Western Times News

Gujarati News

13 દેશના શિક્ષણ પ્રધાનો અને વર્લ્ડ બેંકની ટીમ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે

ગાંધીનગર, વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળા શિક્ષણના તમામ ઈનીશીયેટિવ્સના દર વર્ષે લગભગ ૫૦૦ કરોડથી પણ વધારે ડેટા સેટનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓના ધોરણ-અનુરૂપ અભ્યાસનું પરિણામ વધારે સારું બને તે માટે બિગ ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લ‹નગ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ખૂબ મોટા ડેટાનું અર્થપૂર્ણ એનાલિસિસ કરવામાં આવે છે

૧૩ દેશના શિક્ષણ પ્રધાનો અને વર્લ્ડ બેંકની ટીમ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે આવ્યા છે. ઈન્ડિયા સમિટ ઓન એજ્યુકેશન નોલેજ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત તેઓ આ મુલાકાતે છે. આ તમામ લોકોએ ગુજરાતના શિક્ષણ મોડલની નોંધ લીધી છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળા શિક્ષણના તમામ ૫૦૦ કરોડ ડેટાસેટનું એકત્રીકરણ છે. વિદ્યાર્થીઓના ધોરણ-અનુરૂપ અભ્યાસનું પરિણામ સુધારવા પ્રયાસ કરવામાં આવે છે.

રાજ્યના વિદ્યાર્થીઓના લ‹નગ આઉટકમ આધારિત રિપોર્ટ તૈયાર થાય છે લ‹નગ આઉટકમથી સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.લુઇસ બેન્વેનીસ્ટ, ગ્લોબલ ડીરેક્ટર, એજ્યુકેશન, વર્લ્ડ બેંકની અધ્યક્ષતા હેઠળ વર્લ્ડબેંકની ટીમ સાથે માલી, ગુઇનિઆ, મોરીતાનિયા, બ્રુકીના ફાસો, ટોગો, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, બેનિન, લિબેરિયા, સીર્રા લીઓને, નાઈજેરીયા, કેમરૂન, મોંગોલિયા, ઘાના દેશોના શિક્ષણમંત્રીઓ અને ડેલીગેશન સાથે આશરે ૬૫ જેટલા લોકો વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે આવ્યા છે.

તેમને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કરવામાં આવતી તમામ માહિતીથી અવગત કરવામાં આવશે. આ ઉપરાંત ગયા વર્ષ ઓગસ્ટ મહિના દરમ્યાન, જેનેટ યેલન, સેક્રેટરી ટ્રેઝરી, યુનાઇટેડ સ્ટેટ્‌સ ઓફ અમેરિકા અને અજય બાંગા, પ્રમુખ, વર્લ્ડ બેંક દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળા શિક્ષણના તમામ ઈનીશીયેટિવ્સના દર વર્ષે લગભગ ૫૦૦ કરોડથી પણ વધારે ડેટા સેટનું એકત્રીકરણ થાય છે.

ત્યારબાદ વિદ્યાર્થીઓના ધોરણ-અનુરૂપ અભ્યાસનું પરિણામ વધારે સારું બને તે માટે બિગ ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લ‹નગ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ખૂબ મોટા ડેટાનું અર્થપૂર્ણ એનાલિસિસ કરવામાં આવે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.