Western Times News

Gujarati News

દીવ-દમણ જેવી ફીલીંગ આવે તે માટે મહિલા બુટલેગરે અમદાવાદમાં બનાવ્યુ હતું બાર

પ્રતિકાત્મક

કુબેરનગરમાં વધુ એક બિયર બારનો પર્દાફાશ, સાત દારૂડીયા ઝડપાયા-સુનીતાએ પોતાનો બિયર બાર બનાવી દીધો હતો.

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ કુબેરનગરને દિવ-દમણ કહેવામાં આવતું હોવાનો વધુ એક જીવતા જાગતા પુરાવાનો પર્દાફાશ ગઈ કાલે મોડી રાત્રે સરદારનગર પોલીસે કર્યો છે. કુબેરનગરના છારાનગરમાં ચાલતા બિયર બાર પર પોલીસ ત્રાટકી હતી. અને સાત દારૂડીયાઓને રંગેહાથે ઝડપી પાડયા હતા. મહીલા બુટલેગર દ્વારા બીયર બાર ચલાવવામાં આવતો હતો.

મકાનમાં દારૂડીયાઓ આરામથી દારૂ ઢીચી શકે તે માટે રીતસરનો ભાર જેવો માહોલ બુટલેગર દ્વારા ઉભા કરવામાં આવ્યો હતો આવેલી બિસ્કીટ ગલી, સંતોષીનગર તેમજ છારાનગરમાં પણ બિયર બારનો પર્દાફાશ સ્ટેટ મોનીટરીગ સેલ પ્રીવેન્શન ઓફ ક્રાઈમ બ્રાંચ તેમજ સ્થાનીક પોલીસે કર્યો હતો. કુબેરનગરમાં ધમધમી રહેલા દારૂના અડ્ડાઓના લીધે સરદારનગર પોલીસ સ્ટેશન બદનામ થયું છે. થોડા દિવસ પહેલાં બે વહીવટદારોની બબાલના કારણે પીઆઈનો ભોગ પણ લેવાયો હતો.

બુટલેગરની હિમત એટલી હદે વધી ગઈ છે. કે હવે તે પોલીસના ડર વગર દારૂનું જાહેરમાં વેચાણ કરી રહયા છે. પહેલાં બુટલેગર પર પોલીસની ઘોસ હતી જેના કારણે ચોરી છુપીથી તે દારૂનો ધંધો કરતા હતા પરંતુ હવે તેવું નથી રહયયું બુટલેગર રૂપિયાના જોરે કેટલાક પોલીસ કર્મચારીઓને પોતાના ખીસ્સામાં રાખ્યા બાદ જાહેરમાં દારૂનું વેચાણ ચાલુ કરે છે.

શહેરમાં કોઈપણ દિવસે દારૂડીયાના અમદાવાદમાં ગોવા, દીવ, દમણ જેવી ફીલ આવે તે માટે બુટલેગર બાર બનાવી દીધા છે. આવા બુટલેગરને સબક શીખવાડવા માટે એસએમસી,પીસીબી સહીતની પોલીસની એજન્સીઓ એકિટવ થઈ છે. મોડી રાત્રે સરદારનગર પોલીસ કુબેરનગરમાં આવેલા છારાનગરમાં ચાલતા બીયર બાર પર રેડ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

છારાનગરની કુખ્યાત બુટલેગર મહીલા બુટલેગર સુનીતા બાટુંગે પોતાના ઘરમાં દારૂના ધંધા સાથે બિયર બાર ચલાવી રહી હોવાની બાતમી સરદારનગર પોલીસને મળી હતી. બાતમીના આધારે સરદારનગર પોલીસની ટીમ છારાનગરમાં પહોચી ગઈ હતી. જયાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલી રહયું હતું. સુનીતાએ પોતાનો બિયર બાર બનાવી દીધો હતો.

જયા તે દારૂડીયાઓને દારૂ પીવડાવતી હતી. જયારે પણ કોઈ દારૂડીયો આવતો તો તેને ઠડું બિયર કે દારૂ બાઈટીગ સાથે આપવામાં આવતાં હતાં. સરદારનગર પોલીસે દારૂડીયા મનોજ દેવેન્દ્ર (રહે. મેઘાણીનગર) નિકુલ પરમાર (રહે. મેઘાણીનગર) આલોક ચૌધરી રહે. મેઘાણીનગર, દિલીપ પંચાલ રહે. વસ્ત્રાલ, ચંદન ચૌધરી રહે. કાલુપુર અલ્પેશ પ્રજાપતી રહે. મેઘાણીનગર ઋષીરાજ રાઠોડ રહે. સરસપુરની ધરપકડ કરી હતી. તમામ દારૂડીયા પાસેથી દારૂની બોટલ મળી આવી હતી.

સુનીતા ઘરમાં શાંતીથી દારૂ પીવડાવતી હતી. પોલીસે દારૂની બોટલ, બાઈટીગ સહીતની ચીજવસ્તુઓ જપ્ત કરી છે. સરદારનગર પોલીસે તમામ દારૂડીયાની ધરપકડ કરીને સુનીતાને ઝડપી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.