Western Times News

Gujarati News

ખોટા મેસેજ અને અફવાઓની માહિતી સોશ્યલ મીડિયામાં ફેલાવશો તો કાયદાકીય કાર્યવાહી થશે 

અરવલ્લી: કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સંસદમાં નાગરિકતા સુધારણા કાયદા (CAA)નો અમલ કરવાની મક્કમતા દર્શાવતા દેશના વિવિધ ભાગોમાં આ કાયદાનો વિરોધ ઉઠ્યો છે.ત્યારે કાયદાના વિરોધની આગ રાજ્યની મેગાસિટી અમદાવાદ અને વડોદરામાં લાગતા પથ્થરમારો અને પોલીસે કર્મચારીઓ પર હુમલો થયો હતો.

કેટલાક અસામાજિક તત્વોએ શાંતિ ડહોવાળાનો પ્રયત્ન કરતા ગુરુવાર સાંજથી જ અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે  તમામ પોલીસસ્ટેશનમાં કર્મીઓને હાજર રહેવાની તાકીદ  કરવાની સાથે એલર્ટ મોડમાં આવી જઈ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથધરવાની સાથે જીલ્લા પોલીસવડા મયુર પાટીલે સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરી ખોટા મેસેજ અને અફવાઓની  માહિતી સોશ્યલ મીડિયા પર ફેલાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવશે ની તાકીદ કરી છે.

કેન્દ્ર સરકારે રજુ કરેલા નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ દેશના ઉત્તરીય અને દક્ષિણ રાજ્યોમાં ઉઠ્યો છે રોડ પર ઉતરેલા લોકોએ હિંસક વિરોધ કરતા અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાની ફરજ પડી છે અરવલ્લી જીલ્લા પોલીસવડાએ પણ જિલ્લામાં શાંતિ જાળવવાની અપીલ સાથે ટવીટર, વોટ્સએપ્પ અને ફેસબુક જેવા સોશ્યલ મીડિયાનો સહારો લઈ “ખોટા મેસેજ તથા અફવાથી દૂર રહો” “સચેત રહો સુરક્ષિત રહો” ની અપીલ કરી ખોટા મેસેજ અને અફવાઓની  માહિતી સોશ્યલ મીડિયા પર ફેલાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવશે ની તાકીદ કરી છે સોશ્યલ મીડિયામાં અરવલ્લી જીલ્લા પોલીસવડાની અપીલની લોકોએ સરાહના કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.