Western Times News

Gujarati News

અનંત અંબાણી-રાધિકાના પ્રિ-વેડિંગ માટે જામનગરમાં તડામાર તૈયારી

અમદાવાદ, ગુજરાતના જામનગરમાં અત્યારે અલગ જ પ્રકારનો માહોલ અને ચહલપહલ જોવા મળે છે. ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે પુત્રના લગ્ન છે અને તેનું પ્રિ-વેડિંગ ફંક્શન જામનગરમાં રાખવામાં આવ્યું છે.

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન ૧૨ જુલાઈએ મુંબઈમાં થવાના છે.

આ લગ્ન માટે માર્ચ મહિનાના શરૂઆતના દિવસોમાં પ્રિ-વેડિંગ સેલિબ્રેશન જામનગરમાં યોજાશે. તે સમયે દુનિયાભરમાંથી ટેક્નોલોજી જગતના અને બિઝનેસ જગતના ધુરંધરો જામનગરમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. જાણકારોનું કહેવું છે કે આગામી દિવસોમાં જામનગરના આંગણે દુનિયાભરના વીઆઈપીઓની હાજરી જોવા મળશે.

તેમાં માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્‌સથી લઈને મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ સુધીની હÂસ્તઓ સામેલ હશે. આ ઉપરાંત બ્લેકરોકના સીઈઓ લેરી ફિન્ક, બ્લેકસ્ટોનના ચેરમેન સ્ટીફન સ્કવાર્ઝમેન, ડિઝનીના સીઈઓ બેલ ઈગ્લર, ઈવાન્કા ટ્રમ્પ અને બીજી ઘણી જાણીતી વ્યક્તિઓ આ પ્રસંગની શોભા વધારશે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો સમારોહ જામનગર ખાતે ૧ માર્ચથી ૩ માર્ચ સુધી રાખવામાં આવ્યો છે. મોર્ગન સ્ટેન્લીના સીઈઓ ટેડ પિક, એડહોકના સુલ્તાન અહમદ અલ જબેર, રોથ્સચાઈલ્ડના લિન ફોરેસ્ટરને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

બેન્ક ઓફ અમેરિકાના ચેરમેન બ્રાયન થોમસ મોયનિહાન, કતારના રાજકીય વડા મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની, જાણીતા ઇન્વેસ્ટર યુરી મિલ્નર અને એડોબીના સીઇઓ શાંતનુ નારાયણ, લુપા સિસ્ટમ્સના સીઇઓ જેમ્સ મર્ડોક, હિલહાઉસ કેપિટલના સ્થાપક ઝાંગ લી, ચીફ એÂક્ઝક્યુટિવ મુરે ઓચીનક્લોસ, ઈર્ટનિા ઝ્રઈર્ં જ્હોન એલ્કન પણ હાજરી આપવાના છે.

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી એકબીજાને બાળપણથી જ ઓળખે છે. અનંતે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારથી તેણે જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ સાથે સંકળાયેલા છે. બીજી તરફ રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ મુળ ગુજરાતના કચ્છના વતની છે.

રાધિકા મર્ચન્ટ ગ્રેજ્યુએશન પછી વિદેશમાં રહેવાના બદલે ભારત આવી ગયા છે અને અત્યારે તેઓ એન્કોર હેલ્થકેરમાં ડિરેક્ટર પદે છે. તેઓ તરવાનો તથા ટ્રેકિંગ કરવાનો શોખ ધરાવે છે. આ ઉપરાંત તેમણે ક્લાસિકલ ડાન્સની પણ તાલીમ લીધી છે. જામનગર ખાતે પ્રિ-વેડિંગ સમારોહની તૈયારીઓ તો ક્યારની શરૂ થઈ ગઈ છે. તેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોવા મળી છે.

આવી એક તસવીરમાં રાધિકા મર્ચન્ટે પેસ્ટલ ફ્લોરલ લહેંગા ચોલી પહેરી છે જેને વિખ્યાત ડિઝાઈનર અનામિકા ખન્ના દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે.

આ તસવીરોમાં રાધિકાએ એક આકર્ષક ડિઝાઈનનો થ્રી-લેયર નેકલેસ પણ પહેર્યો છે. આગામી લગ્ન સમારોહ માટે અનંત અંબાણીના માતા નીતા અંબાણીએ લાલપુરના બાંધણી સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે લાલપુરમાં ચાર થાંભલા વિસ્તારમાં આવેલા બાંધણી કેન્દ્રની વિઝિટ કરી અને ત્યાં થતી કામગીરી વિશે જાણકારી મેળવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.