Western Times News

Gujarati News

ખાલી પીલી ફિલ્મનુ શુટિંગ શરૂ

મુંબઇ, ઇશાન ખટ્ટર અને અનન્યા પાન્ડે અભિનિત ફિલ્મ ખાલી પીલી ફિલ્મનુ શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મના શુટિંગને લઇને છેલ્લા કેટલાક દિવસથી તૈયારી ચાલી રહી હતી. હવે ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યા બાદ ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. નિર્દેશક મકબુલ ખાનના નિર્દેશન હેઠળ ફિલ્મનુ નિર્માણ કામ શરૂ કરવામાં આવ્યુ છે. ફિલ્મના નિર્માતા અલી અબ્બાસ જફરે ફિલ્મના ક્લેપબોર્ડ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે. પોસ્ટના કેપ્શનમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એકબાજુ અનન્યા પાન્ડે ચંકી પાન્ડેની પુત્રી છે. તે હાલમાં પતિ પત્નિ ઔર વોમાં નજરે પડી હતી. તે બોલિવુડમાં કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ડ ઓફ ધ યર-૨ સાથે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી.

આ ફિલ્મ બોક્સ ઓફિસ એટલી સફળ રહી ન હતી જેટલી તેની અપેક્ષા હતી. પોસ્ટના કેપ્શનમાં કહેવામાં આવ્યુ છે કે ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. મુબઇની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મ રહેલી છે. ખાલી પીલી ફિલ્મની પટકથા એક યુવતિની સાથે એક યુવકની થયેલી મુલાકાત પર આધારિત છે. મુલાકાત બાદ તેમની લાઇફમાં આવેલા પરિવર્તનને રજૂ કરે છે. અલી અબ્બાસ જફર અને અનન્યા પાન્ડે ફિલ્મમાં કામ કરી રહ્યા છે. ઇશાને બોલિવુડ કેરિયરની શરૂઆત ધડક ફિલ્મ સાથે કરી હતી. જેમાં તેની સાથે જાન્હવી કપુર હતી. હાલમાં તેની પાસે કેટલીક અન્ય ફિલ્મો પણ છે. ફિલ્મમાં લાઇફમાં આવેલા ઉતારચઢાવને દર્શાવવામાં આવ્યા છે. અબ્બાસ અને જી સ્ટુડિયો મળીને ફિલ્મનુ નિર્માણ કરી રહ્યા છે. અનન્યા પાન્ડે હાલમાં પતિ પત્નિ ઔર વો નામની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. જેમાં તેની સાથે કાર્તિન આર્યન કામ કરી રહ્યો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.