ધોરણ 10ની પરીક્ષા માટે 9.17 લાખ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 4.89 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા
ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષા લઈ શિક્ષણ બોર્ડની તૈયારીઓ પૂર્ણ
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૧૧મી માર્ચ થી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે તે મુજબ આ આ પરીક્ષામાં રાજ્યભરમાંથી ૧૫.૩૮ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમાં ધોરણ ૧૦ની પરીક્ષા માટે ૯.૧૭ લાખ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે ૧.૩૨ લાખ તથા સામાન્ય પ્રવાહ માટે ૪.૮૯ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં ૫૩૭૮ બિÂલ્ડંગના ૫૪૨૯૪ બ્લોક્નો ઉપયોગ કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા માટેના કેન્દ્ર પણ જાહેર કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. બોર્ડની પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થતાં હવે આગામી દિવસોમાં બોર્ડ દ્વારા પરીક્ષા માટેની હાલ ટિકિટ ઈશ્યૂ કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૧ માર્ચથી લેવામાં આવનારી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાને લઈને એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે.
જે મુજબ ધોરણ ૧૦ માં ૯,૧૭,૬૮૭ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં ૩.૯૯ લાખ છોકરીઓ છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા આ વર્ષે ૪,૮૯,૨૭૯ છે. જેમાં નિયમિત ૩,૮૦,૨૬૯ અને રીપીટર વિદ્યાર્થીઓની સંખ્યા ૬૧,૧૩૦ છે. આ ઉપરાંત ખાનગી નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા ૨૯,૫૨૩ અને ખાનગી રીપીટર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૩,૪૧૭ આમ ધોરણ ૧૦ અને ૧૨માં મળીને આ વખતે બોર્ડમાં ૧૫,૩૮,૯૫૩ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ઘો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા માટે જેલના બંદીવાન વિધાર્થીઓ પણ નોંધાયા છે, જેમાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધો.૧૦ના ૨૭ અને ધો.૧૨ના ૨૮ કેદી પરીક્ષા આપશે. જ્યારે વડોદરા મધ્યસ્થ જેલમાં ધો.૧૦ના ૧૩ અને ધો.૧૨ના ૯ કેદી, રાજકોટ મધ્યસ્થ જેલમાં ધો.૧૦ના ૧૬ અને ધો,૧૨ના ૭ કેદી તેમજ સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધો.૧૦ના ૧૭ અને ધો.૧૨ના ૧૩ કેદી પરીક્ષા આપશે.