Western Times News

Gujarati News

દુનિયાનાં સૌથી નિડર પક્ષી જેને માણસોનો નથી કોઈ ડર

નવી દિલ્હી, વિશ્વમાં ઘણા પક્ષીઓ સામાન્ય રીતે કોઈપણ જોખમને અનુભવે છે તો તે ત્યાંથી ઉડી જાય છે અથવા નજીકમાં ક્યાંક સંતાઈ જાય છે. કેટલાક પક્ષીઓ એવા હોય છે જે માણસોના આવવા પર પણ ડરતા નથી. કાં તો તેઓને નિડર, બેખોફ અથવા બહાદુર પક્ષી કહી શકાય છે અથવા તેઓને ફક્ત બેવકૂફ પક્ષી કરાર કરી શકાય છે. નાર્ધન મોકિંગબર્ડ ઉત્તર અમેરિકામાં જોવા મળતું મિશ્રાહારી પક્ષી છે.

તેનો નિર્ભય વર્તન ત્યારે જોવા મળે છે જ્યારે તેને પોતાના માળાની રક્ષા કરવાની હોય છે. તેના માટે તે મોટામાં મોટા શિકારી જાનવર અને માણસોની સામે પડી જાય છે.

સામાન્ય રીતે આ ખૂબ જ બુદ્ધિમાન પ્રકારના પક્ષી માનવામાં આવે છે. તેઓ બીજા પક્ષીઓના અવાજની નકલ કરે ઠે અને પોતાનો વિસ્તાર હોવાનો સંદેશ આપે છે. નાર્ધન ગોસહાક એક પ્રકારનું બાજ છે. પહોળી પાંખો અને લાંબી પૂંછથી ઓળખાતા ગોસહાક જોવામાં ખૂબ જ સુંદર દેખાય છે. જ્યારે પોતાના બાળકોની રક્ષા કરવાની હોય ત્યારે આ પક્ષી ખૂબ જ ખતરનાક બની જાય છે.

પોતાના માળાની રક્ષા કરતા સમયે આ દરેક આક્રમણ કરનાર જાનવર પર હુમલો કરે છે. કેનેડા જે પક્ષી જેને ગ્રે જે અથવા વિસ્કી જેક પણ કહેવામાં આવે છે. તે ગ્રે, કાળા અથવા સફેદ રંગના હોય છે. કાગડા આ પરિવારની પ્રજાતિના હોય છે. ભોજન માટે તે કોઈપણ જગ્યાએ હુમલો કરી દે છે.

માણસોથી તે જરાય નથી ડરતું, જ્યારે માણસ તેને ખાવાની લાલચ આપે છે તો પણ તેની પાસે જવામાં તે જરાય નથી ડરતું. શૂબિલ સ્ટ્રોક આફ્રીકામાં જોવા મળતું અજીબ ચહેરાવાળું પક્ષી છે. એવું લાગે છે કે આ જૂના જમાનાનું જાનવર છે. તેની ભારે ચાંચના કારણે તેને શૂબિલ નામ મળ્યું છે.

આ માણસોથી ક્યારેય નથી ડરતાં. આ એટલાં નિડર હોય છે કે તે મગરની ઉપર પણ ઉભા રહી જાય છે અને તેમના બાળકોનો શિકાર પણ કરે છે. આ સિવાય સાપ, માછલી વગેરેને પણ તે ખાય જાય છે. સાઉથ પોલર સ્કૂઆ એક મોટું સમુદ્રી પક્ષી છે.

૫૦-૫૫ સેમી ઉંચુ આ પક્ષી દક્ષિણી મહાસાગરમાં રહે છે. તે પોતાના શિકારી સ્વભાવ માટે પહેલાથી જ પ્રખ્યાત છે. તે બીજા પક્ષીઓના ઈંડા દ નહીં પરંતુ મોટા પક્ષીઓને પણ ખાઈ જાય છે અને માળાની પાસે આવતું ગમે તેટલું ખતરનાક જાનવર કેમ ન હોય તેના પર હુમલો કરી દે છે.

યૂરોપ, એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું બ્લેક કાઈટ ૪૪-૬૬ સેમીનું મધ્યમ આકારનું રાપ્ટર છે. તે ખૂબ જ જલ્દી માણસોની પાસે રહેવાનું શીખી લે છે. આ પક્ષી એટલા નિડર હોય છે કે માણસોના હાથમાંથી ખાવાની વસ્તુઓ લઈને પણ ઉડી જાય છે.

જે આગથી પણ નથી ડરતાં પરંતુ ઓસ્ટ્રેલિયાના જંગલોની આગની પાસે જ તે ઉડતા જોવા મળે છે. કારણકે, તે જાણે છે કે તેમનો શિકાર આગમાંથી ભાગતા નિકળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.