નવા નરોડામાં પાર્કિગના મામલે હુમલોઃ એક શખ્સે આડેધડ ગુપ્તી ફેરવી
હુમલામાં પાંચથી વધુ લોકોને નાની-મોટી ઈજા, ત્રણ તોલાની બે ચેઈન લૂંટાઈ
(એજન્સી)અમદાવાદ,
શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ આવાસ યોજના તેમજ તેની સામે આવેલી દીપેશ્વરી સોસાયટીના રહીશો આમનેસામને આવી જતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. જાહેરમાં વાહન પાર્ક કરવા મામલે ચિત્રકૂટના રહીશે દીપેશ્વરી સોસાયટીના ચેરમેન તેમજ બીજા સભ્યોને ધમકી આપી હતી. ધમકીના મામલે દીપેશ્વરી સોસાયટીમાં રહેતાં એક વેપારીએ ચિત્રકૂટના રહીશને ઠપકો આપતાં મામલો બીચક્યો છે. મોડી રાતે સામસામે હુમલો કરીને લૂંટફાટ મચાવી હતી.
જેમાંકૃષ્ણનગર પોલીસે સામસામે લૂંટ તેમજ હુમલાની ફરિયાદ નોંધી છે. હુમલાની આ ઘટનામાં પાંચથી વધુ લોકોને ત્નાની મોટી ઈજાઓ થઈ છે.
નવા નરોડા વિસ્તારમાં આવેલા ચિત્રકૂટ આવાસ યોજનામાં રહેતાં મોનિકા ચુનારાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં યતીનભાઈ, વેદાંશ, સહિત પાંચ (તમામ રહે. દીપેશ્વરી એવન્યુ, નવા નરોડા) વિરુદ્ધ લૂંટ તેમજ હુમલાની ફરિયાદ કરી છે. મોનિકા ચુનારા તેના પરિવારના ત્રણ બાળકો સાથે રહે છે. જ્યારે તેમના પતિ પ્રશાંત ચુનારા સૈજપુર ટાવર પાસે અલગથી રહે છે.
મોનિકા તેમજ તેના મિત્ર રાજેશ પરમાર (રહે. નરોડા) તેમજ જિજ્ઞેશ વાઘેલા ચિત્રકૂટ આવાસ યોજનાના બ્લોક પાસે ઉભા રહીને વાતો કરતાં હતા ત્યારે ચિત્રકૂટ આવાસ યોજનાની સામે આવેલા દીપેશ્વરી એવન્યુમાં રહેતા યતીનભાઈએ બૂમાબૂમ કરી દીધી હતી.
યતીનભાઈએ જાહેરાં મોનિકા, જિજ્ઞેશ તેમજ રાજેશને કહ્યું હતું કે તમારા લોકોની બહુ દાદાગીરી છે, તમારી દાદાગીરી નહીં ચાલે, યતીનભઆઈ ગાળો બોલતાંહતા ત્યારે મોનિકાએ ગાળો બોલવાની ના પાડી દીધી હતી. યતીનભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયાહતા અને તે તેમની ગાડીમાંથી ગુપ્તી કાઢીને ચિત્રકૂટ આવાસ યોજનામાં ઘૂસી ગયા હતા. યતીનભાઈ સાથે તેમનો દીકરો વેદાંશ સહિત ત્રણ શખ્સ હતા.
યતીનભાઈ સહિતના લોકોએ ભેગા મળીને મોનિકા, રાજેશ અને જિજ્ઞેશ પર હુમલો કરી દીધો હતો. યતીનભાઈએ આડેધડ ગુપ્તી ફેરવવાની શરુ કરી દીધી હતી જેથીરાજેશ યાદવના ગાલ પર વાગી ગઈ હતી. આ સિવાય યતીનભાઈના પુત્ર વેદાંશે રાજેશ યાદવના ગળામાં પહેરેલી ત્રણ તોલાની ચેઈન લૂંટી લીધી હતી. વેદાંશે જિજ્ઞેશ સોલંકીના કપાળમાં મારતાં તે ઈજાગ્રસ્ત થયા હતા.
મોનિકાએ આ મામલે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો. જેથી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈહતી. કૃષ્ણનગર પોલીસે યતીનભાઈ, વેદાંશ સહિતના લોકો વિરુદ્ધ લૂંટ તેમજ મારામારીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.મોનિકાએ કરેલી ફરિયાદ બાદ યતીનભાઈએ પણ પોલીસ ફરિયાદ કરી છે.