Western Times News

Gujarati News

નડિયાદ સંતરામ મંદિરમાં મહા પૂનમના મેળામાં આજે સાકર વર્ષા થશે

File

૧૫૦૦ કિલો ઉપરાંત સાકર સાથે ૫૦૦ કિલો ઉપરાંત કોપરૂ મિશ્રની વર્ષા કરવામાં આવશે.

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ સંતરામ મંદિરના મહાપુનમમાં ભરાતા મેળાનો આજથી પ્રારંભ થઈ ગયો છે તારીખ ૨૪મીના રોજ સાકર વર્ષા હોય મોટી સંખ્યામાં સંધ્યાકાળે લોકો મંદિરમાં ઉમટી પડશે જેના કારણે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે સાકરવર્ષા નો લાહવો લેવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે

નડિયાદ સંતરામ મંદિરમાં તા. ૨૪મીએ શનિવારે મહા પૂર્ણિમા દિને યોગીરાજ અવધૂત સંતરામ મહારાજનો ૧૯૩ મો સમાધિ મહોત્સવ નિમિતે દિવ્ય, ભવ્ય સાકરવર્ષા યોજાશે.જેને લઈને મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ મહોત્સવ નિમિતે આજ થી ત્રિદિવસીય મેળાનો પ્રારંભ થઈ ગયો છે. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં આવતાં દર્શનાર્થીઓ તેમજ મેળામાં ભારે ભીડને લઈને ગુરૂવારથી તા.૨૬મી સોમવાર ફેબ્રુઆરી સુધી સંતરામ મંદિર તરફ જવાના તમામ માર્ગો ઉપરથી વાહન અવર જવર કરવા માટે પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે.

નડિયાદ સંતરામ મંદિરમાં સંતરામ મહારાજનો ૧૯૩ મો સમાધિ મહોત્સવ તા. ૨૪મીએ મંદિરના મહંત રામદાસજી મહારાજના સાંનિધ્યમાં આસ્થાભેર યોજાશે તા. ૨૪ મીએ મહાપૂર્ણિમાના દિવસે સાંજે ૬ કલાકે મંદિર માં મહાઆરતી અને દિવ્ય સાકરવર્ષા થશે. મહાઆરતી બાદ પૂ. રામદાસજી મહારાજ દ્વારા સૌ પ્રથમ સાકર વર્ષા કર્યા બાદ શાખા મંદિરનાસંતો તથા અન્ય સંતો તથા ૧૫૦ થીવધુ સ્વયં સેવકો દ્વારા મંદિરમાં ઠેર ઠેર બનાવેલા પ્લેટફોર્મ પરથી સાકરવર્ષા કરવામાં આવશે.

૧૫૦૦ કિલો ઉપરાંત સાકર સાથે ૫૦૦ કિલો ઉપરાંત કોપરૂ મિશ્રની વર્ષા કરવામાં આવશે. આ પ્રસંગે ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ મહોત્સવ અંતર્ગત શુક્રવાર થી ત્રિદિવસીય ભવ્ય ધાર્મિક લોકમેળાનો શરૂ થઈ ગયો છે

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.