Western Times News

Gujarati News

ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના ફાર્માસિસ્ટ જયંત પટેલનું કૌભાંડ

વેલિંગ્ટન, ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના એક વ્યક્તિએ ઝડપથી રૂપિયા કમાવવા માટે શોર્ટકટ અપનાવ્યો હતો પરંતુ અંતે તેને તે શોર્ટકટ ભારે પડી ગયો છે. જયંત પટેલ એક ફાર્માસિસ્ટ છે અને તે જે ફાર્મસીમાં કામ કરતો હતો ત્યાં ગુપ્ત રીતે વધારાની દવાઓ મંગાવતો હતો.

ત્યારબાદ તે મંગાવેલી વધારાની દવાની ચોરી કરીને તેને વેચી દેતો હતો. તેણે આ રીતે ચોરેલી દવાઓ ઓનલાઈન વેચીને ચાર વર્ષમાં ૧,૨૬,૦૭૬ ડોલરની કમાણી કરી હતી.

જયંત પટેલની જાન્યુઆરી ૨૦૧૬થી એપ્રિલ ૨૦૨૦ની વચ્ચે ટ્રેડ મી પર ફાર્મસી-ઓન્લી દવા સહિતની ચોરીની દવાઓ વેચવા બદલ ખાસ સંબંધ ધરાવતા વ્યક્તિ દ્વારા ચોરીનો દોષિત ઠેરવવામાં આવ્યો હતો. હેલ્થ પ્રેક્ટિશનર્સ ડિસિપ્લિનરી ટ્રિબ્યુનલ દ્વારા ૩૮ વર્ષીય જયંત પટેલ પર પ્રોફેશનલ મિસકન્ડક્ટના બે આરોપો માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે.

જયંત પટેલ ફાર્મસીમાં ચાર વર્ષથી કામ કરતો હતો જ્યારે તેણે વધારાનો સ્ટોક મંગાવવાનું શરૂ કર્યું હતું. બાદમાં તે વધારાનો સ્ટોક ચોરી લેતો હતો અને પોતાના બેડરૂમમાં તથા કારમાં છૂપાવી રાખતો હતો. તે પોતાની ચોરી છૂપાવવા માટે ખરીદીના દરેક ઓર્ડરને એડિટ કરી દેતો હતો જેથી ફાર્મસી દ્વારા વધારાનો સ્ટોક ક્યારેય નોંધવામાં આવતો ન હતો.

જયંતે ટ્રેડ મી પર બે એકાઉન્ટ બનાવ્યા હતા અને તેના દ્વારા તે દવાઓનું વેચાણ કરતો હતો. જેમાં ફાર્મસી ઓન્લી એલર્જી રિલીફ, એન્ટિ-ફંગલ ટ્રીટમેન્ટ, આયર્ન સપ્લિમેન્ટ્‌સ, એન્ટિસેÂપ્ટક ક્રીમ, લેક્સેટિવ્સ, રિફ્લક્સ મેડિસિન, આંખના ટીપા, ધુમ્રપાન છોડાવવા માટેની ગમ અને લોઝન્જીસનો સમાવેથ થાય છે.

તેના પર ૬૦૦૦ લિસ્ટિંગ્સ દ્વારા ૨૦૦૦ ઓનલાઈન વેચાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેમાં ડાયેટરી અને ન્યુટ્રિશન સપ્લિમેન્ટ્‌સ, મેનોપોઝ સપોર્ટ, સ્કિનકેર અને મેક-અપ જેવી અન્ય પ્રોડક્ટ્‌સ પણ સામેલ હતી. જયંત પટેલના આ કૌભાંડથી ટ્રિબ્યુનલ પણ આશ્ચર્યમાં મૂકાયું હતું. જયંત સપ્તાહમાં બે વખત ઉત્પાદનોનું ઓનલાઈન લિસ્ટિંગ અને વેચાણ કરતો હતો.

એપ્રિલ ૨૦૨૦ સુધીમાં ફાર્મસીના માલિકે વધારાના હેબિટ્રોલ લોઝેન્જીસ જોયા હતા. આ લોઝેન્જીસનો ઉપયોગ ધુમ્રપાન છોડવામાં મદદ કરવા માટે થાય છે અને તે લાઈસન્સ ધરાવતી ફાર્મસીમાંથી વેચાણ કરવા પડે છે.

ફાર્મસીના ઓનર પણ વિચારમાં પડી ગયા કે વધારાના લોઝન્જીસ આવ્યા ક્યાંથી. તેથી તેમણે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને તેના દ્વારા જાણવા મળ્યું કે જયંત પટેલ દ્વારા તે મંગાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવી હતી અને ૨ એપ્રિલ ૨૦૨૦ના રોજ એક ખાનગી ઈન્વેસ્ટિગેટર દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. જયંત પટેલે પોતાની ચોરી સ્વીકારી લીધી હતી અને તેણે પોતાની કાર અને ઘરમાં રહેલી દવાઓ ઈન્વેસ્ટિગેટરને બતાવી હતી તથા ૧,૦૦,૦૦૦ ડોલર પાછા પણ ચૂકવ્યા હતા.

ફાર્મસીના માલિકે ફાર્મસી કાઉન્સિલને ફરિયાદ કરી અને મે ૨૦૨૦માં જયંત પટેલે તેનું પ્રેક્ટિસિંગ સર્ટિફિકેટ સરેન્ડર કર્યું હતું. જ્યારે કાઉન્સિલે ફરિયાદને પ્રોફેશનલ કન્ડક્ટ કમિટીને મોકલી અને બાદમાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

ફાર્મસી ઓનરે પોલીસને પણ ફરિયાદ કરી હતી જેમણે તપાસ કરીને જયંત પટેલ સામે ગુનો નોંધ્યો હતો. તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો અને ગયા વર્ષે મે મહિનામાં ખાસ સંબંધ ધરાવતી વ્યક્તિ દ્વારા ચોરીના પ્રતિનિધિ આરોપમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ઓગસ્ટમાં તેને છ મહિનાની કોમ્યુનિટી ડિટેન્શનની સજા ફટકારવામાં આવી હતી.

૧૯ ફેબ્રુઆરીએ યોજાયેલી સુનાવણીમાં જયંત પટેલે ડિફેન્સ કાઉન્સેલ ઈયાન બ્રુકી દ્વારા દાવો કર્યો હતો કે ૩૨ વસ્તુઓ વેચવામાં આવી હતી જે તેમને પરિવારના સભ્યો અથવા સેલ્સ રિપ્રેન્ઝન્ટેટિવ દ્વારા આપવામાં આવી હતી, જેમાં વોલ્ટેરેન ઈમ્યુલગેલ અને મલ્ટીવિટામિન્સનો સમાવેશ થાય છે.

જોકે, પીસીસીના વકીલ ગિલિયન વીરે કહ્યું હતું કે, જયંત પટેલે દાવો સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા નથી. તેમણે જણાવ્યું હતું કે ફાર્મસીમાંથી હજુ પણ ૬૬ દવાઓ ચોરાઈ છે, જેમાં ડાયાબિટીક સ્ટ્રીપ્સનો સમાવેશ થાય છે જે સીધા અન્ય ફાર્માસિસ્ટને વેચવામાં આવે છે. આવું ૧૧ વખત કરવામાં આવ્યું હતું જ્યારે જયંત પટેલે દરેક વખતે એક સાથે ૧૦૦૫ ડોલરમાં ૧૦૦ સ્ટ્રીપ્સ વેચી હતી.

ડિફેન્સ કાઉન્સેલ બ્રુકીએ જણાવ્યું હતું કે જયંત પટેલે બેદરકારી કે ગેરરીતિ સ્વીકારી નથી અને તેમણે દલીલ કરી હતી કે ચોરાયેલી દવાઓનો માત્ર એક નાનો હિસ્સો ફાર્મસી માટેનો હતો. પટેલે જે કર્યું છે તેમાંથી તેઓ બોધપાઠ શીખ્યા છે અને તેમને પોતાના કૃત્ય પર ભારે પસ્તાવો છે. ટ્રિબ્યુનલે એક આરોપના ભાગરૂપે જણાવ્યું હતું કે પટેલે ઓછામાં ઓછા ૨૦૦૦ પ્રસંગોએ ચોરી કરેલી ફાર્મસી પ્રોડક્ટ્‌સ વેચી અથવા સપ્લાય કરી ત્યારે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ તરીકેની તેમની સ્થિતિનો દુરુપયોગ કર્યો હતો, તે સ્થાપિત થયું ન હતું. હવે કેસમાં આગામી સુનાવણી આવતા સપ્તાહે હાથ ધરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.