Western Times News

Gujarati News

ભારતમાં જાપાનના પ્રથમ માનદ્ કોન્સલ તરીકે મુકેશ પટેલ નિયુક્ત કરાયા

અમદાવાદ, ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન (IJFA), ગુજરાતના પ્રમુખ મૂકેશ પટેલને અમદાવાદ, ગુજરાત ખાતે ભારતમાં જાપાનના માનદ્ કોન્સલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિમણુંક જાપાનના વિદેશ મંત્રી દ્રારા પાંચ વર્ષની મુદત માટે કરવામાં આવી છે અને તેની જાહેરાત જાપાનના મહામહિમ સમ્રાટના જન્મદિવસની યાદમાં જાપાનના રાષ્ટ્રીય દિવસની ઉજવણી દરમ્યાન મુંબઈમાં જાપાનના કોન્સલ જનરલ ડૉ. યાસુકાતા ફુકાહોરી અને દિલ્હીમાં જાપાનના રાજદૂત શ્રી હિરોશી સુઝુકી દ્રારા કરવામાં આવી હતી.

MUKESH PATEL President, IJFA, Gujarat APPOINTED AS First Honorary Consu of Japan in India By Minister of Foreign Affairs, Japan

કોન્સલ જનરલે જાહેરાત કરી કે ભારતમાં માનદ્ કોન્સલ તરીકે જાપાનની આ સૌ પ્રથમ નિમણુંક છે. ૧૯૫૨માં શરૂ થયેલા જાપાન-ભારત રાજદ્રારી  સંબંધો હાલમાં ૭૨માં વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે.્

જાપાનના રાજદૂતે તેમના અભિવાદન સંબોધનમાં જણાવ્યું હતું કે આ એક ઉજવણી કરવા માટેના સમાચાર છે, કારણ કે આ નિમણુંકથી ગુજરાત અને જાપાન વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બનશે.

તેમની નિમણુંકના પ્રત્યુતરમાં, મૂકેશ પટેલે જણાવ્યું હતું કે તેઓ ૧૯૭૨માં તેમના વિદ્યાર્થીકાળથી ૫૧ વર્ષથી વધુ સમય માટે જાપાન સાથે સંકળાયેલા છે અને ગુજરાતને ભારતનું મિની-જાપાન બનાવવાના વિઝન અને મિશનને આગળ વધારતા દ્રિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સમર્પણ સાથે કાર્ય કરી રહેલ છે. તેમને આપવામાં આવેલ આ વિશેષાધિકૃત દરજ્જો તેમને વધુ ઉત્સાહ સાથે આ કાર્યને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરશે.

૨૦૧૭માં, શ્રી મૂકેશ પટેલને શૈક્ષણિક, વ્યાપારી અને સાંસ્કૃતિક ક્ષેત્રે જાપાન ઈન્ડિયા ફ્રેન્ડશીપને પ્રોત્સાહન આપવા માટે તેમની પ્રશંસનીય સેવાઓની કદરરૂપે જાપાનના સમ્રાટ દ્રારા ‘ઓર્ડર ઓફ ધ રાઈઝિંગ સન’નું વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું હતું.

શ્રી મૂકેશ પટેલે હ્યોગો-ગુજરાત સિસ્ટર-સ્ટેટ અને કોબે-અમદાવાદ સિસ્ટર-સિટી સંબધોને પ્રોત્સાહિત કરવામાં તેમજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે જાપાન ઇન્ફર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર, ભાષા અને સાંસ્કૃતિક કેન્દ્રો તથા ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડેમીની સ્થાપનામાં પણ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.