Western Times News

Gujarati News

સંતરામ મંદિરમાં દિવ્ય સાકરવર્ષામાં શ્રદ્ધાની હેલી જામી

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ ખાતેનું સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે મહા સુદ પૂનમની ઉજવણી કરવામાં આવી છે. જેમાં ઢળતી સંધ્યાએ મંદિરમાં ‘દિવ્ય સાકરવર્ષા’ કરવામાં આવી હતી.

મહાઆરતી બાદ યોજાયેલ આ સાકરવર્ષા સમયે હજારો શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા અને ‘જય મહારાજ’ ના જય ઘોષથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્‌યું હતું. વર્ષમાં ફક્ત આ દિવસે થતી મહાઆરતીના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં સંતરામ મહારાજનો ૧૯૩મો સમાધિ મહોત્સવ મંદિરના મહંત રામદાસજી મહારાજના સાંનિધ્યમાં આસ્થાભેર યોજાયો છે. જેમાં સાંજે ૬ કલાકે મંદિરમાં મહાઆરતી અને દિવ્ય સાકરવર્ષા થઈ હતી.

મહાઆરતી બાદ પૂ. રામદાસજી મહારાજ દ્વારા સૌ પ્રથમ સાકર વર્ષા કર્યા બાદ શાખા મંદિરનાસંતો તથા અન્ય સંતો તથા ૧૫૦થીવધુ સ્વયં સેવકો દ્વારા મંદિરમાં ઠેર ઠેર બનાવેલા પ્લેટફોર્મ પરથી સાકરવર્ષા કરવામાં આવી હતી. સાકર સાથે કોપરૂ મિશ્રની કરી વર્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભજન મંડળીઓ દ્વારા પુરેપુરો દિવસ મંદિરમાં ભજનોની રમઝટ જામી હતી

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના સમાધિ મહોત્સવ ટાંણે દેશ વિદેશમાં રહેતા જય મહારાજ ભક્તો ખાસ આ દિવસો દરમિયાન પોતાના વતન નડિયાદમાં અને આ સંતરામ મંદિરમાં દિવ્ય ભવ્ય સાકરવર્ષા સમયે હાજર રહી હોતપ્રોત બન્યા હતા સાંજે ૬ વાગ્યાના ટકોરે ભક્તો મંદિર પરિસરમાં જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાયા હતા અને એ બાદ મહાઆરતી શરુ થઇ ત્યારે સૌકોઈ હાથ જોડી ભક્તિમાં લીન બન્યા હતા.

આ બાદ ત્રણ વખત ઓમકાર પછી બે મીનીટ મૌન, મૌન બાદ પુનઃ ઓમકારના જય જય કાર થયો. ત્યારબાદ ‘જય મહારાજ’ના ગગનભેદી નાદ સાથે ગાદીના મહારાજશ્રી હસ્તે સાકરવર્ષા કરી આ પછી અન્ય ગાદીના કરમસદ, ,વડોદરા, પાદરા, કોયલી, રઢુ, ઉમરેઠ મંદિરના સંતો તથા નિજભકતો દ્વારા સાકરવર્ષા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.