Western Times News

Gujarati News

ઈમરાને પોતે જ વાળ કાપ્યા, ફરારી વેચી, ઘર ખાલી કર્યું

મુંબઈ, આપણા કાને ઈમરાન ખાનનું નામ પડતા જ યાદ આવે ‘જાને કી જાને ના, માને કી માને ના’ સોંગ, મેરે બ્રધર કી દુલ્હનિયા મૂવી. આમિરનો ભત્રીજો ઈમરાન છેલ્લે ફિલ્મ ‘કટ્ટી બટ્ટી’માં જોવા મળ્યો હતો, જેમાં તેની કો-સ્ટાર કંગના રનૌત હતી.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ કરી શકી નહોતી. ૨૦૧૬માં આ ફિલ્મ ફ્લોપ થયા બાદ તેણે બ્રેક લેવાની જાહેરાત કરી હતી. આ અગાઉ અભિનેતાએ ‘જાને તુ યા જાને ના’, ‘આઈ હેટ લવ સ્ટોરીસ’, ‘દિલ્હી બેલી’, ‘મેરે બ્રધર કી દુલ્હનિયા’ જેવી શાનદાર ફિલ્મો પણ આપી હતી.

લાઈમલાઈટથી દૂર રહેલા આ સમયમાં તેણે મોટાભાગનો સમય મૂવી જોવામાં વિતાવ્યો છે. જોકે ૨૦૨૩માં ઇમરાન ખાને અદિતિ નામની નેટીઝને ફિલ્મોમાં પાછા આવવા અંગે પૂછેલા સવાલના જવાબે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ઈમરાને કહ્યું હતુ કે, “ચલો અદિતિ, ચાલો આ વાત ઈન્ટરનેટ પર છોડી દઈએપ ૧૦ લાખ લાઈક્સ મળશે તો હું મારી જબાન પુરી કરીશ.

આ ચેલેન્જની સામે નેટીઝન્સ એક થયા અને અંતે ખરેખર ઈમરાન વચનને વળગી રહ્યો અને અંતે તેણે જાહેરાત કરી છે કે તે ફિલ્મોમાં પાછો ફરશે.

જોકે હવે તેણે વોગ ઈન્ડિયા સાથેના એક ઈન્ટરવ્યુમાં નોંધપાત્ર ખુલાસા કર્યા છે. ચોકલેટી અભિનેતા ઈમરાન ખાન હવે ફિલ્મોમાં કમબેક કરવા માટે તૈયાર છે. લાંબા સમય સુધી ફિલ્મો, લાઈમ લાઈટ અને સોશિયલ મીડિયાથી દૂર રહ્યા બાદ આમિર ખાનના ભત્રીજા ઈમરાને ફિલ્મી દુનિયામાં પરત ફરવાનો નિર્ણય કર્યો છે. તેણે સોશિયલ મીડિયા ઉપર કમબેક કરીને હલચલ મચાવી દીધી છે.

આયરા ખાનના લગ્નમાં ધૂમ મચાવ્યા બાદ હવે તેણે તાજેતરના ઈન્ટરવ્યુથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ દરમિયાન ઈમરાન ખાને પોતાના બદલાયેલા જીવન વિશે વાત કરી અને જણાવ્યું કે કેવી રીતે પોતાની વૈભવી જીવનશૈલી સંપૂર્ણપણે બદલી દીધી છે.

ઇમરાન ખાન બોલિવૂડના અન્ય સ્ટાર્સથી તદ્દન અલગ છે. તે ૨૦૧૬થી પોતાના વાળ જાતે જ કાપી રહ્યો છે. તે છેલ્લા એક દાયકાથી એક જ ચશ્મા પહેરે છે. આજે પણ તે ૧૦ વર્ષ અગાઉ પહેરેલ અને ઉલ્લેખ કરેલ સૂટ જ પહેરે છે. ઈમરાને બહેન ઇરા ખાનના લગ્ન સમારોહના બે કાર્યક્રમોમાં આ જ સૂટ પહેર્યા હતા.

એક તરફ જ્યાં બેકી ફિટ, રિલેક્સ્ડ ફિટ અને કોર્કી કપડાં ટ્રેન્ડમાં છે, ત્યારે ઈમરાન હંમેશા ક્લાસિક કપડાંમાં જ જોવા મળે છે. ઈમરાન હંમેશા વેલ ફીટ કપડામાં જોવા મળે છે. અભિનેતા હવે સસ્ટેનેબલ એટલે કે ટકાઉ જીવન જીવવામાં માને છે અને આ કારણે તેણે ઘણી વસ્તુઓ છોડી દીધી છે.

મોટાભાગની લક્ઝરી પણ ઈમરાને ટાળી છે. પોતાની મનગમતી ચેરી-રેડ ફરારી કારને પણ પોતાનાથી દૂર કરી છે અને તેના સ્થાને રેગ્યુલર ફોક્સવેગન કાર લીધી છે. પોતાનો આલીશાન પાલી હિલ બંગલો પણ તેણે ખાલી કર્યો છે. હાલમાં ઇમરાન ખાન બાંદ્રાના એક એપાર્ટમેન્ટમાં રહે છે, જ્યાં તેણે પોતાના જીવનમાં ઘણા ફેરફારો કર્યા છે અને સરળ જીવન અપનાવ્યું છે.

ઈમરાને લાઈફસ્ટાઈલ સંપૂર્ણપણે બદલી નાંખી છે અને હવે તેના રસોડામાં માત્ર ત્રણ પ્લેટ, ત્રણ ફોર્ક, બે કોફી મગ અને એક ફ્રાઈંગ પેન છે. ઈમરાન વિશે આ તમામ માહિતી વોગ દ્વારા શેર કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.