Western Times News

Gujarati News

કોંગ્રેસનો ઝટકોઃ 4 ધારાસભ્યોએ APના મુખ્યમંત્રીની હાજરીમાં BJPનું સભ્યપદ લીધું

રાજ્ય વિધાનસભાના કુલ ૬૦ સભ્યોમાંથી, તેના સાથી પક્ષો સાથે ભાજપની સંખ્યા વધીને ૫૬ થઈ ગઈ, જ્યારે કોંગ્રેસ બે થઈ ગઈ. ગૃહમાં બે અપક્ષ સભ્યો પણ છે.

લોકસભા ચૂંટણીની સાથે અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આ ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને ઝટકો લાગ્યો છે. પાર્ટીના બે ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. આ સાથે એનપીપી ના બે ધારાસભ્યો પણ ભાજપમાં જોડાયા છે. રવિવારે આ ચાર ધારાસભ્યોએ અરુણાચલના  મુખ્યમંત્રી પેમા ખાંડુની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ લીધું.

Congress MLAs – Shri @ninong_erring & Shri @WanglinLowangdong ; and 2 NPP MLAs; Shri @Mutchu4, former State President, NPP and Shri @GokarBasar Ji – in the @BJP4Arunachal

વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો નિનોંગ એરિંગ અને વાંગલિંગ લોઆંગડોંગ અને એનપીપીના ધારાસભ્યો મુચુ મીઠી અને ગોકર બસર ભગવા પાર્ટીના ઇટાનગર કાર્યાલય ખાતે એક કાર્યક્રમમાં ભાજપમાં જાડાયા હતા. તમને જણાવી દઈએ કે એનપીપી અરુણાચલ પ્રદેશમાં સત્તારૂઢ ભાજપની સહયોગી છે. આ સમારોહમાં મુખ્યમંત્રી ઉપરાંત આસામના મંત્રી અને બીજેપીના અરુણાચલ પ્રદેશના ચૂંટણી પ્રભારી અશોક સિંઘલ અને પ્રદેશ અધ્યક્ષ બિયુરામ વાહગે પણ હાજર હતા.

તમને જણાવી દઈએ કે ૬૦ સભ્યોની અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી એપ્રિલ અથવા મે મહિનામાં લોકસભા ચૂંટણીની સાથે યોજાય તેવી શક્યતા છે. તે જ સમયે, ચાર ધારાસભ્યો પાર્ટીમાં જાડાયા પછી, રાજ્ય વિધાનસભાના કુલ ૬૦ સભ્યોમાંથી, તેના સાથી પક્ષો સાથે ભાજપની સંખ્યા વધીને ૫૬ થઈ ગઈ, જ્યારે કોંગ્રેસ બે થઈ ગઈ. ગૃહમાં બે અપક્ષ સભ્યો પણ છે.

ચાર ધારાસભ્યો ભાજપમાં જાડાયા પછી, સીએમ પેમા ખાંડુએ કહ્યું, “તેમનું પક્ષમાં અરુણાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસને આંચકો, ૨ ધારાસભ્ય ભાજપમાં જોડાયા જોડાવું એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનુસરવામાં આવેલા સુશાસનના સિદ્ધાંતોમાં તેમની શ્રદ્ધાનો પુરાવો છે. વડા પ્રધાનનું પરિવર્તનશીલ નેતૃત્વ, જે ‘સબકા સાથ’ છે. સબકા વિકાસ, સબકા ‘વિશ્વાસ, સબકા પ્રયાસ’ ના સૂત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેણે સમગ્ર દેશમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે. તેઓના પક્ષમાં જાડાવાથી તેમના સંબંધિત મતવિસ્તારો અને અરુણાચલ પ્રદેશમાં અમારો આધાર વધુ મજબૂત થશે.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.