Western Times News

Gujarati News

ગગનયાન અભિયાન માટે 4 ફાઈટર પાઈલોટની પસંદગી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગગનયાન મિશનની પ્રગતિની સમીક્ષા કરી હતી.  ગગનયાન મિશન એ ભારતનો પ્રથમ માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ છે જેના માટે ISROના વિવિધ કેન્દ્રો પર વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે.

હવાઈદળના વિંગ કમાન્ડર- ગ્રુપ કેપ્ટન રેન્કના ફાઈટર પાઈલોટ- એન્જીનીયર બનશે દેશના પ્રથમ એસ્ટ્રોનોટ્સ

નવી દિલ્હી: દેશના મહાત્વાકાંક્ષી ગગનયાન અભિયાન માટે આખરી ચાર અંતરીક્ષ યાત્રીઓની પસંદગી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને મળ્યા હતા. એક રીપોર્ટ મુજબ જે ભવિષ્યના જે ચાર અંતરીક્ષ યાત્રીઓની પસંદગી કરવામાં આવી છે. ગગનયાન મિશનના ભાગરૂપે અવકાશમાં જવા માટે પસંદ કરાયેલા ભારતીય અવકાશયાત્રીઓ છેઃ 1. ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર 2. ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન 3. ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ 4. વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા

ભારતીય હવાઈદળમાં આ તમામ વિંગ કમાન્ડર અથવા ગ્રુપ કેપ્ટનની રેન્કના ફાઈટર પાઈલોટ એન્જીનીયર્સ છે તેઓને અગાઉ રશિયામાં અંતરિક્ષ તાલીમ કેમ્પમાં લાંબી તાલીમ આપવામાં આવી હતી અને હવે બેંગ્લોર ખાતેના ખાસ સ્પેસ ટ્રેનીંગ ખાતે તેઓને વધારાની તાલીમ અપાઈ છે અને મોદી આગામી સમયમાં બેંગ્લોરમાં ઈસરો-સેન્ટર ખાતે તેમની મુલાકાત કરી શકે છે.

આ પ્રકારે અવકાશયાત્રી બનવા 12 પાઈલોટની ટીમ તૈયાર કરવામાં આવી હતી. જેમાં આખરી 4ની પસંદગી થઈ છે અને 2020થી શરૂ થયેલી આ યાત્રીઓની ટ્રેનીંગ હવે પુરી થઈ છે જેની સતાવાર જાહેરાત ઈસરોએ કરી હતી અને ગગનયાન માટેના કાયોજેનીક એન્જીન પણ તેની તપાસ ટેસ્ટમાં આમ થઈ ગયુ છે.

Indian astronauts selected to go to space as part of the Gaganyaan mission are : 1. Group Captain Prasanth Balakrishnan Nair 2. Group Captain Ajit Krishnan 3. Group Captain Angad Pratap 4. Wing Commander Shubhanshu Shukla

 

ગગનયાન મિશન પહેલા ISRO મહિલા રોબોટ મોકલશે

 

ગગનયાન મિશન માત્ર માણસોને અંતરિક્ષમાં મોકલવા માટે નથી: ઈસરોના પ્રમુખ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.