Western Times News

Gujarati News

ગુજરાત બાર કાઉન્સિલમાં ચેરમેન પદ ઉપર બીનહરીફ ચૂંટાઈને આવનાર BJP લીગલ સેલના જે. જે. પટેલ

વકીલોની સંગઠનાત્મક તાકાતનો પરિચય કરાવનાર જે. જે. પટેલ હવે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં હરણફાળ પ્રગતિ કરે એવી સંભાવના ?!!

ભા.જ.પ. લીગલ સેલના પ્રદેશ કન્વીનર તરીકે જે. જે. પટેલે કાર્યભાર સંભાળ્યા પછી વિપક્ષી બાર કાઉન્સિલના સભ્યોને પોતાની સાથે જોડીને સર્વનો સાથ વકીલ એકતાનો વિકાસ કર્યાે છે ?!

“જે. જે. પટેલ હૈ તો મુમકીન હૈ ?!”

તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલની છે !! બીજી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! લોકશાહી, માનવ અધિકારની રખેવાળી નિડર, સ્વતંત્ર, નિષ્પક્ષ, સંનિષ્ઠ અને કાબેલ ન્યાયાધીશો જ કરી શકે !! લોકોને નૈતિકતાસભર અને બંધારણીય વિભાવના ઉજાગર કરે એવો “ન્યાયધર્મ” એ દરેક યુગની માનવીય જરૂરિયાત છે !! આ માટે માનવ સમાજમાં કાબેલ અને સંવેદનશીલ ન્યાયાધીશો સમાજમાંથી જન્મવા જોઈએ !!

સરકારો આવે ને જાય પણ વકીલાતનો વ્યવસાય નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર પર નિર્ભર છે એ તમામ વકીલો આ મૂળભૂત સત્યને યાદ રાખવાની જરૂર છે !! અને શ્રેષ્ઠ અને સાચો ન્યાય ત્યારે મળી શકે દેશમાં વિદ્વાન, નિષ્ઠાવાના અને બાંહોશ વકીલો હોય !! ગુજરાત બાર કાઉન્સિલે ગુજરાતમાં કાબેલ, વિદ્વાન અને શ્રેષ્ઠ ન્યાયશાસ્ત્રીઆોને ગુજરાત બાર કાઉન્સિલમાં સ્થાન આપવાની જરૂર છે !!

ગુજરાત બાર કાઉન્સિલમાં અગાઉ શ્રી કે. જે. શેઠના, શ્રી જે. બી. પારડીવાલા, શ્રી યોગેશભાઈ લાખાણી, શ્રી આર. આર. શુકલા, શ્રી નિરંજનભાઈ દફતરી જેવા બાર કાઉન્સિલના સભ્યોની સંખ્યા મોટી હતી આજે શ્રી વિજયભાઈ પટેલ જેવા અનેક ગુજરાત બાર કાઉન્સિલમાં કાબેલ સભ્યો પણ છે !! પરંતુ ભાડા-ભથ્થાં લઈને વકીલોની સેવા કરનારા સભ્યોની સંખ્યા વધતી જાય છે એવું મનાય છે કેટલાક તો નોન પ્રેકટીસીંગ લોયર્સ હોવાનું ચર્ચાય છે !!

કેટલાક બાર કાઉન્સિલના સભ્યો ગુજરાતના પણ સુવિખ્યાત ધારાશાસ્ત્રી બની શકયા નથી, બ્રીફ લઈ બીજાને કમીશનથી આપીને વકીલાત કરે છે ?! એવી ચર્ચા ચાલે છે !! જો આ સત્ય હોય તો પણ ગુજરાત બાર કાઉન્સિલના વર્તમાન ચેરમેન શ્રી જે. જે. પટેલે હવે પછીની ગુજરાત બાર કાઉન્સિલના એવા સભ્યોને સમરસમાંથી હાંકી કાઢવા જોઈએ જેની વકીલાત હોદ્દા વગર કે બાર કાઉન્સિલના સભ્યપદ પર નિર્ભર હોય ?!

બીજા ક્ષેત્રમાં પોપાભાઈનું કથિત રાજ ચાલે તે ચલાવી લેવાય પણ ન્યાયક્ષેત્રે, ન્યાય પ્રક્રીયા ક્ષેત્રે આવું ચલાવી લેવુંં એ હવે પછીના જુનીયર્સ વકીલોની કુસેવા સમાન હશે !! જ્ઞાતિ, જાતિ અને કોમના વકીલ મતોથી ચૂંટાતા બાર કાઉન્સિલના સભ્યોમાં પણ શ્રેષ્ઠતાની પસંદગી કરવી જોઈએ જેથી આવા સભ્યો ગુજરાતનું અને દેશનું નામ ઉજાગર કરે !! અને ગુજરાત બાર કાઉન્સિલમાં વહીવટી પારદર્શિકતા લાવવા બાર કાઉન્સિલની બેલેન્સસીટ દરેક બારને પુરી પાડવી જોઈએ !!

આ કેમ થતું નથી ?! માટે વહીવટી પારદર્શકતા અને કાબેલ વકીલો બાર કાઉન્સિલમાં ચૂંટાય તેના તરફ પણ શ્રી જે. જે. પટેલ ધ્યાન આપશે તો દેશની મોટી સેવા કરી ગણાશે !! શ્રી જે. જે. પટેલ સંગઠનકીય તાકાત અને વહીવટી કુશળતા અને કોઠાસૂઝનો લાભ હવે સમગ્ર ગુજરાતને મળશે એવી શ્રધ્ધા છે !!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

ગુજરાતમાં ૨૪ કરોડ જેવી માતબર રકમની ગુજરાત બાર કાઉન્સિલને સહાય સરકાર દ્વારા અપાવનાર શ્રી જે. જે. પટેલ “વકીલો માટે ભવન” નિર્માણ કરશે અને એજયુકેશન એકેડેમીનું સર્જન કરશે, મહિલા પ્રતિનિધિત્વને તાલુકા, જીલ્લા કક્ષાએ પ્રસ્થાપિત કરશે ! ગુજરાતની ૩૩,૭૯૦ મહિલા વકીલોના આર્તનાદ રજૂ કરશે, મરણોત્તર સહાય વધારશે નવા એકસન પ્લાનની જાહેરાત ?!

અમેરિકાના ૩૦મા પ્રમુખ કોÂલ્વન ફુલીજે કહ્યું છે કે, “રાજકારણ એ કળા નહીં, સાધના છે, મેદાન નહીં પ્રક્રીયા છે”!! જયારે અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલીન રૂઝવેલ્ટે કહ્યું છે કે, “રાજકારણમાં કશું અચાનક બનતું નથી જે કશું બન્યું હોય તો ખાતરી રાખજો કે આવું થવા માટે બહુ પહેલેથી આયોજન થયું હોય છે”!! ગુજરાત બાર કાઉન્સિલમાં ભા.જ.પ. લીગલ સેલ પ્રેરિત સમરસ જુથનું એકચક્રી શાસન પ્રસ્થાપિત કરવામાં જો કોઈની અગ્રેસર ભૂમિકા હોય તો ભા.જ.પ. લીગલ સેલના પ્રદેશ કન્વીનર શ્રી જે. જે. પટેલની છે !!

કોંગ્રેસ વિચાર ધારાને વરેલા બિનસાંપ્રદાયિકતાના મૂલ્યોના સમર્થક એવા ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા સભ્યોએ પણ શ્રી જે. જે. પટેલના સમર્થનમાં જોડાઈ ગયા આ એક રાજકીય વ્યુહાત્મક કોઠાસુઝનું અને સર્વનો સાથ વકીલોનો વિકાસ એ રણનિતીનું આ પરિણામ છે એવું કહેવું જરાએ
અતિશયોકતી ભર્યુ નહીં લેખાય !!

ગુજરાત બાર કાઉન્સિલમાં સર્વાનુમતે બે વાર બીનહરીફ ચૂંટાઈ આવીને ગુજરાત બાર કાઉન્સિલનો ઈતિહાસ લખનારા શ્રી જે. જે. પટેલ હવે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં નેતૃત્વનો ઈતિહાસ રચે એવી સંભાવના વચ્ચે કહેવાય છે કે, જે. જે. પટેલ હૈ તો મુમકીન હૈ ?!

ખલીલ ધન તેજવી નામના તત્વચિંતકે કહ્યું છે કે, “ચિંતન કરી લઉ, મંથન કરી લઉં છું, વિસર્જન થતું હોય ત્યાં નવસર્જન કરી લઉં છું”!! ગુજરાત બાર કાઉન્સિલ એ વકીલોની સ્ટેચ્યુટરી બોડી છે !! વકીલોને સનદ આપવાની અને ગેરરિતીઓ આચરનારાઓની સનદ લઈ લેવાની સત્તા ધરાવે છે એવી વકીલોની કાયદેસરની સત્તાકીય સંસ્થા ગુજરાત બાર કાઉન્સિલમાં સર્વાનુમતે સર્વના સાથથી બીજી વાર ચેરમેન પદ ઉપર ચૂંટાઈ આવવું એ સુખદઃ ઐતિહાસિક ઘટના છે !!

૨૪ વર્ષથી સમરસ પેનલને ગુજરાત બાર કાઉન્સિલમાં એકચક્રી શાસન પ્રસ્થાપિત કરવામાં શ્રી જે. જે. પટેલની અગ્રેસર અને મહત્વની ભૂમિકા રહી છે તેઓ ૨૪ વર્ષથી ભા.જ.પ. લીગલ સેલના પ્રદેશ કન્વીનર તરીકે પોતાનો પદભાર સંભાળી રહ્યા છે અને ગુજરાતમાં આવેલા ૨૭૨ જેટલા તાલુકા, જીલ્લા વકીલ મંડળો પૈકી મોટાભાગના વકીલ મંડળોને શ્રી જે. જે. પટેલના નેતૃત્વમાં વિશ્વાસ કરી તેમના સમર્થનમાં રહ્યા છે

આના પરિણામરૂપે ગુજરાતના ૧,૨૦,૦૦૦ વકીલો પૈકી મોટા ભાગના વકીલોને એક જુથ કરીને શ્રી જે. જે. પટેલે પોતાની સંગઠનાત્મક વ્યુહરચનામાં સફળ થયા છે. ગુજરાતમાં ૩૩,૭૯૦ મહિલા વકીલો વકીલાત કરાતી હોવાનું મનાય છે ત્યારે મહિલા ઉત્કર્ષના સમર્થક શ્રી જે. જે. પટેલ હવે આગામી દિવસોમાં મહિલા વકીલો માટે પણ ગુજરાત બાર કાઉન્સિલમાં પ્રતિનિધિત્વ મળે એવો ચક્રવ્યુહ ઘડ એવી સંભાવના છે.

શ્રી જે. જે. પટેલ છેલ્લા પાંચ વર્ષથી ભા.જ.પ. લીગલ સેલના પ્રદેશ કન્વીનર તરીકે પદભાર સંભાળ્યા પછી ગુજરાતમાં વિશાળ રાજયવ્યાપી વકીલ સંગઠન ઉભુ કરવામાં સફળ થયા છે. ગુજરાત બાર કાઉન્સિલમાં ચેરમેનપદની ચૂંટણીમાં તેઓ બીનહરીફ ચૂંટાયા ત્યારે ગુજરાત ભરના અનેક વકીલ મંડળોના પ્રમુખો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં એ જ દર્શાવે છે કે, તેઓની વકીલ આલમમાં વ્યક્તિગત સીધા સંપર્ક લઈને તેમની વ્યક્તિગત પ્રતિભા અને સબંધો ઉજાગર થયા છે !!

ગુજરાત બાર કાઉન્સિલમં બીન હરીફ ચૂંટાઈ આવેલા શ્રી જે. જે. પટેલ વકીલો માટે આશરે ૨૪ કરોડ જેવી માતબર રકમ ગુજરાત સરકારમાંથી અપાવવામાં સફળ થયા હતાં જે બદલ તેમણે ગુજરાત સરકારનો પણ પુરી વિનમ્રતા સાથે આભાર માન્યો છે !! ગુજરાતના શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના શ્રી અમિતભાઈ શાહ ભારતની સંસદમાં નવા કાયદાનું સર્જન કરીને ભારતમાં નવી ઐતિહાસિક સફળ પહેલ કરી છે તે બદલ શ્રી જે. જે. પટેલ કૃતજ્ઞતાનો ભાવ અભિવ્યક્ત કર્યાે છે અને આભારની લાગણી વ્યક્ત કરી છે !!

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન પદે આરૂઢ થયા પછી વેસ્ટર્ન ટાઈમ્સ સાથે વાતચીત કરતા શ્રી જે. જે. પટેલે એક સવાલના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, હવે તેમણે સમગ્ર વકીલ આલમ માટેનું વિકાસનું આયોજન વિચાર્યુ છે વકીલોની સેવા અને વિકાસ દ્વારા વકીલોના હૃદય સુધી પહોંચવાનો મારો પ્રયાશ હશે. શ્રી જે. જે. પટેલે પોતાના ભવિષ્યના રચનાત્મક કાર્યની માહિતી આપતા જણાવ્યું છે કે, તેઓ વકીલ માટેનું ભવનનું નિર્માણ કરાવશે,

એજયુકેશન એકેડેમીનું નિર્માણ કરીશું જેથી ગુજરાતની જનતાને વધુ શ્રેષ્ઠ વકીલોની સેવા મળી રહે !! વકીલોના પરિવારને આજની પરિસ્થિતિમાં વધુ સહાય મળે તે માટે મરણોત્તર સહાયમાં વધારો કરીશું !! મહિલા વકીલોને પ્રમાણસર પ્રતિનિધિત્વ મળી રહે તે માટે એલ.આર.નો હોદ્દો આપવા જીલ્લા બાર એસોસીએશનને જણાવીશું !! એટલું જ નહીં જીલ્લા કક્ષાએ સેમીનારોનું આયોજન કરીને વકીલોના “જ્ઞાનદીપ” ની જયોત પ્રજવÂલ્લત કરીશું જેનો લાભ જુનીયર્સ વકીલોને થશે !!

પોલીસ તંત્ર દ્વારા વકીલોને પરેશાન કરવામાં આવતા હોવાની અપમાનજનક સ્થિતિ સામે વકીલોનું સ્વમાન જળવાય, વકીલોને વ્યવસાયિક નુકશાન ન થાય તે માટે સરકારમાં અસરકારક રજૂઆત કરાશે એવી હૈયાધારણ પણ શ્રી જે. જે. પટેલે આપી છે ત્યારે એ કહેવું પડશે કે “શ્રી જે. જે. પટેલ હૈ તો સબકુછ મુમકીન હૈ”!! બીજી એક વાત પણ અહીં મુકવી છે કે, ગુજરાત બાર કાઉન્સિલના વર્તમાન ચેરમેન શ્રી જે. જે. પટેલ આવતી કાલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં ગૌરવવંતુ સ્થાન પામે અને ચેરમેન બને તો કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ !! કારણ કે શ્રી જે. જે. પટેલ કિંગમેઈકર અને કિંગ બન્ને બનવાની ક્ષમતા ધરાવે છે !! એ અગાઉ પણ વેસ્ટર્ન ટાઈમ્સે અનેક વાર નોંધ્યું છે !!

 

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.