Western Times News

Gujarati News

BJPના 14 દાવેદારોએ ભરૂચ લોકસભા માટે ટિકિટ માંગી!

(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાતની ૨૬ લોકસભા પૈકી એક માત્ર ભરૂચ બેઠક સૌથી વધુ ચર્ચામાં છે.અત્યાર સુધી ભરૂચ બેઠક ઉપર ભાજપા, કોંગ્રેસ,બીટીપી વગેરે પાર્ટીઓ મેદાનમાં ઉતરતી હતી.આ વખતે આમ આદમી પાર્ટીનો પહેલીવાર પગ પેસારો ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના નામે એન્ટ્રી થઈ છે.

ત્યારે અત્યંત રસાકસી ભરી બનનારી આ બેઠક પર હવે સાંસદ બનવા થનગનતા દાવેદારોની પણ હોડ જામી છે.આ બેઠક પર સતત ૬ ઉમટર્મથી જીતતા આવતા વર્તમાન સાંસદ મનસુખ વસાવાએ જો પાર્ટી ટિકિટ આપે તો સાતમી વાર ચૂંટણી લડવાની તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા છે તો સામે ભાજપા પાર્ટી માંથી અનેક દાવેદારો પોતાની દાવેદારી ઠોકી રહ્યા છે.

વિવિધ પક્ષોની ચૂંટણી લડવાની મથામણ બાદ હવે ટિકિટ મેળવવા ભાજપામાં દાવેદારોની સંખ્યામાં રાફડો ફાટ્યો છે.લોકસભા ચૂંટણી માટે ગત ચૂંટણીમાં ભાજપના ૪ દાવેદારોહતા આ વખતે ૨૦૨૪ માં ૧૪ દાવેદારોએ ટિકિટ માંગી છે!

બીજી તરફ ભાજપા તમામ બેઠકો પાંચ લાખ મતના લીડથી જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ કોને ટિકિટ ફાળવવી એના વ્યૂહ રચના સાથે આગળ વધી રહી છે.ખાસ કરીને ભરૂચ બેઠક પર આપ અને કોંગ્રેસના ગઠબંધન અને ગડમથલ વચ્ચે કોને ટિકિટ આપવી તેં ભાજપાની પરંપરા પ્રમાણે સેન્સ લેવાની પદ્ધતિ શરૂ કરી દેવામાં આવી છે.

જેમાં પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં દાવેદારો અને બીજા અપેક્ષિતો પાસેથી કોને ટિકિટ આપવી જોઈએ તેના અભિપ્રાય લેવાનું શરૂ કરી દેવાયું છે.જેમાં પ્રદેશ કક્ષાએથી આવેલા અન્ન નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાનાં મંત્રી ભીખુસિંહ પરમાર, યુવા મોરચાનાં પ્રશાંત કોરાટ અને સુરતના માજી મેયર અસ્મિતાબેન શિરોયાને નિરીક્ષક તરીકેની જવાબદારી સોપાઈ હતી.

તેમણે અપેક્ષીત હોદેદારો સાથે ચર્ચા કરીહતી. ભરૂચ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્યો તેમજવિવિધ મોર્ચાનાં હોદેદારો પાસેથી સેન્સ લેવાની પ્રક્રિયા શરુ થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.