Western Times News

Gujarati News

આ મહિને ફાસ્ટેગથી લઈને જીએસટી સહિતના ઘણાં નિયમો બદલાઈ ગયા

પ્રતિકાત્મક

નવી દિલ્હી, નવો મહિનો એટલે કે માર્ચ ૨૦૨૪ આજથી શરૂ થશે. દર નવો મહિનો પોતાની સાથે કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો લઈને આવે છે. માર્ચ ૨૦૨૪ થી દેશમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસ પર પડશે.

આવી સ્થિતિમાં તેમના વિશે માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. માર્ચ મહિનામાં જીએસટી, ફાસ્ટટેગ, એલપીજી-સીએનજીની કિંમતો અને પેટીએમ પેમેન્ટ્‌સ બેંક સંબંધિત ફેરફારો થયા છે. કેન્દ્ર સરકારે ૦૧ માર્ચ, ૨૦૨૪થી જીએસટીના નિયમોમાં મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે.

આ ફેરફાર હેઠળ હવે ૫ કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ ઈ-ઈનવોઈસ વિના ઈ-વે બિલ ઈશ્યુ કરી શકશે નહીં. આ નિયમ ૧લી માર્ચથી લાગુ કરવામાં આવશે.

૧ માર્ચથી, રૂ. ૫ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયો તમામ બીટુબી વ્યવહારો માટે ઈ-ઈનવોઈસ વિગતોનો સમાવેશ કર્યા વિના ઈ-વે બિલ જારી કરી શકશે નહીં. ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ શાસન હેઠળ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ૫૦,૦૦૦ રૂપિયાથી વધુની કિંમતનો માલ મોકલવા માટે ઈ-વે બિલની જરૂર પડે છે. માર્ચ મહિનામાં જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોમાં ૧૨ દિવસની રજાઓ રહેશે.

તેમાં શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલ બેંક હોલીડે કેલેન્ડર મુજબ, ૧૧ અને ૨૫ માર્ચે બેંકો બંધ રહેશે કારણ કે તે બીજા અને ચોથા શનિવાર છે. હોળી પણ ૨૫મી માર્ચે છે.

આ સિવાય ૫, ૧૨, ૧૯ અને ૨૬ માર્ચે રવિવાર હોવાથી બેંક શાખાઓ બંધ રહેશે. એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવ દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. જોકે, છેલ્લા મહિનામાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં અનેક વખત ફેરફાર કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે માર્ચ ૨૦૨૪ થી એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ ફાસ્ટેગના કેવાયસી અપડેટ કરવાની છેલ્લી તારીખ ૨૯ ફેબ્રુઆરી નક્કી કરી છે.

જો ફાસ્ટેગની કેવાયસી પ્રક્રિયા આ તારીખ સુધીમાં પૂર્ણ નહીં થાય, તો તેને નિÂષ્ક્રય કરી શકાય છે અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ૨૯ ફેબ્રુઆરી સુધીમાં તમારું ફાસ્ટેગ કેવાયસી કરાવો, નહીં તો ૧ માર્ચથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. એસબીઆઈ ૧૫ માર્ચથી તેના ન્યૂનતમ દિવસના બિલની ગણતરીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેંક આ માહિતી ગ્રાહકોને ઈ-મેલ દ્વારા આપશે. આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ, ૧૫ માર્ચથી પેટીએમ પેમેન્ટ્‌સ બેંક સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

આ ૧૫ માર્ચ પછી થઈ રહેલા મોટા ફેરફારો પૈકી એક છે. ભારતીય રિઝર્વ બેંકએ પેટીએમ પેમેન્ટ્‌સ બેંકને ૨૯ ફેબ્રુઆરીથી નવા ગ્રાહકો ઉમેરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ પછી આ સમયમર્યાદા ૧૫ માર્ચ સુધી લંબાવી દેવામાં આવી હતી. પેટીએમ એ દેશના સૌથી મોટા પેમેન્ટ પ્લેટફોર્મ્સમાંનું એક છે, તેથી તેની પેટાકંપની પર ઇમ્ૈંની આ કાર્યવાહી બાદ બજાર આ એપિસોડ પર નજર રાખી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.