Western Times News

Gujarati News

‘પોષણ ઉત્સવ’ પુસ્તકનું વિમોચનમાં સ્મૃતિ ઈરાની સાથે બિલ ગેટ્સ ઉપસ્થિત રહ્યા

સારા પોષણ-વર્તનને પ્રોત્સાહન આપવા માટે મહિલા અને બાળ-વિકાસ મંત્રાલયે ‘પોષણ ઉત્સવઃ પોષણની ઉજવણી’નું આયોજન કર્યું

કેન્દ્રના મહિલા અને બાળ-વિકાસ મંત્રાલય દ્વારા તા. 29મી ફેબ્રુઆરી, 2024ના રોજ ધી ઓબેરોય ખાતે પોષણ ઉત્સવનું આયોજન કરાયું હતું. સારા પોષણના વર્તનને પ્રોત્સાહન આપવાનો આ કાર્યક્રમનો હેતુ હતો.

સારી પોષણપ્રથાઓને પ્રોત્સાહન આપીને કુપોષણ સામે લડવા માટે ભારતના ચાલી રહેલા પ્રયાસોને હાઈલાઇટ કરવાનો પણ તેનો હેતુ હતો. કાર્યક્રમમાં મહિલા અને બાળવિકાસ તથા લઘુમતી બાબતોનાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી એ. સ્મૃતિ ઝુબિન ઈરાની તથા  બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (BMGF)ના સહ અધ્યક્ષ શ્રી બિલ ગેટ્સ ઉપસ્થિત રહ્યાં હતાં.  Ministry of Women and Child Development Organizes ‘Poshan Utsav: Celebrating Nutrition’ to Promote Good Nutrition Behavior.

કાર્યક્રમમાં ‘પોષણ ઉત્સવ’ પુસ્તકનું વિમોચન કરાયું હતું તેમજ કાર્ટૂન યુતિ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા કલ્પના કરાયેલા પોષણ ઉત્સવ પુસ્તકને દીનદયાળ સંશોધન સંસ્થા (DRI) દ્વારા તૈયાર કરાયું હતું. પુસ્તકમાં પ્રાચીન પોષણ-પરંપરાઓને પુનર્જીવિત કરવા, જ્ઞાનની આપ-લે તથા આંતરપેઢીના શિક્ષણની સુવિધા આપવાનો પ્રયાસ કરાયો છે. તે દેશના સમૃદ્ધ રાંધણ-વારસા તથા પોષક વિવિધતાની પ્રશંસા માટે એક વ્યાપક ભંડાર તરીકે પણ કાર્ય કરે છે.

તો, કાર્ટુન યુતિ MWCD સાથેના સહયોગથી પોષણના ઉદ્દેશને સમર્થન તથા યોગદાન આપવા માટે પરિકલ્પિત કરાયેલ છે. આ યુતિ-ગઠબંધનનો પ્રારંભ બાળકોમાં હકારાત્મક વર્તન-પરિવર્તન માટે પોષણ પરના આવશ્યક સંદેશાઓને મનોરંજક તથા સંબંધિત રીતે પહોંચાડવા માટે લોકપ્રિય કાર્ટૂન પાત્રોની શક્તિનો ઉપયોગ કરવા માટે ભારતમાં પ્રખ્યાત કાર્ટૂન-સંસ્થાઓ વચ્ચેના સહયોગ વડે કરાયો છે.

સમારોહને સંબોધન કરતાં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ મિ. બિલ ગેટ્સે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, “પોષણ ઉત્સવ પુસ્તક ભારતના વિવિધ સમુદાયોમાં પોષણયુક્ત ખોરાકને પ્રોત્સાહન આપવા માટે સ્થાનિક સંદર્ભ અને સાંસકૃતિક પ્રથાઓનો સમાવેશ કરવાનું એક ઉત્તમ ઉદાહરણ છે.” સાથોસાથ, તેમણે ઉમેર્યું કે, જ્યારે તમે સ્ત્રીના જીવનમાં સુધારો કરો છો ત્યારે તેની અસર થાય છેઃ તમે તેના સમુદાય અને તેના દેશમાં સુધારો કરો છો. ભારતમાં અમે જોયું છે કે, આ પ્રકારની પ્રગતિ કાયમી હોઈ શકે છે અને મોટા પાયે પ્રાપ્ત કરી શકાય છે.”

કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ તથા લઘુમતી બાબતોના માનનીય મંત્રીશ્રીએ પોષણ અને લિંગ ક્ષેત્રમાં BMGF  દ્વારા કરાયેલા પ્રયાસોની પ્રશંસા કરતાં પોતાના મુખ્ય વક્તવ્યમાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાને 2018માં પોષણ અભિયાનની જાહેરાત કરી ત્યારે તે દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ હતી.

વળી, પ્રથમ વાર જ ભારત સરકારનાં 18  મંત્રાલયો પોષણ અભિયાન નામના રાષ્ટ્રીય ફ્લૅગશિપ પ્રોગ્રામ હેઠળ એકસાથે આવ્યાં છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દરેક આંગણવાડી ડિજિટલી સક્ષમ છે જેથી છેલ્લા માઇલ સુધીની સેવાની ડિલિવરી ટ્રેક કરી શકાય છે.

આ પ્રસંગે તેમણે એમ પણ જણાવ્યું કે, હેન્ડહેલ્ડ ઉપકરણો હવે દેશભરમાં આંગણવાડી કેન્દ્રો માટે ઉપલબ્ધ છે. દર મહિને આંગણવાડી બહેનો 6 વર્ષથી નાની વયનાં 75 મિલિયન બાળકોને WHOનાં ધોરણો અનુસાર માપે છે.

માનનીય મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, પોષણ ટ્રેકરના ઓપરેશન પછી NFHS-5 સરવે હેઠળ નોંધાયેલા ડેટાની સરખામણીમાં SAM તથા MAM બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાળકોમાં સ્વસ્થ જીવનશૈલી વિકાસ પામે તે માટે વર્તણૂકીય પરિવર્તન લાવવાની દિશામાં કાર્ટુન યુતિ-ગઠબંધન એક મહત્ત્વનું પગલું છે.

ચાચા ચૌધરી, સુપંડી, શંભુ, એલ્મો જેવાં લોકપ્રિય કાર્ટૂન-પાત્રોની હાજરીએ આ ગઠબંધનને જીવંત બનાવી દઈને આ પ્રસંગે વિશેષ આકર્ષણ ઉમેર્યું છે. આ કાર્યક્રમ એક સીમાચિહ્નરૂપ ઘટના છે. કુપોષણ સામે લડવા અને બાળકોમાં તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના પ્રયાસો સુપોષિત ભારતના ધ્યેય તરફનું એક મહત્ત્વનું પગલું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.