Western Times News

Gujarati News

હિંમતનગર APMCમાં વ્યવહાર ડિજિટલથી કરવા ડ્રીમ પ્રોજેક્ટ

અમદાવાદ, નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) દ્વારા રાજયની એપીએમસી માર્કેટમાં ડિજીટલાઈઝેશનને વેગ આપવાના પાયલટ પ્રોજેકટ અંતર્ગત હિંમતનગર એપીએમસીમાં સંપૂર્ણ કામગીરી ડિજીટલ પેમેન્ટથી કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેકટને ડ્રીમ- ડિજીટલ ફોર રૂરલ એમ્પાવરમેન્ટ ઈન એગ્રીકલ્ચર માર્કેટપ્લેસ એવું નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેકટ સફળ થાય તો આગામી દિવસોમાં તમામ એપીએમસીમાં લાગુ કરવામાં આવશે.

એગ્રીકલ્ચર પ્રોજેકટ માર્કેટીંગ કમિટી (એપીએમસી)મા જુદી જુદી ખેતપેદાશોના વેચાણ માટે આવતાં ખેડૂતો હાલમાં રોકડથી વેચાણ અને કામકાજ કરતાં હોય છે જેમાં વચેટીયા કે દલાલ દ્વારા ખેડૂતોના ઉત્પાદનના નિર્ધારિત ભાવ ન મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આી રહી છે. નાબાર્ડ દ્વારા એજન્ટપ્રથા નાબૂદ કરવા અને ખેડૂતોને તેની ખેતપેદાશના પુરતા ભાવ મળી રહે તે માટે તમામ વ્યવહાર ડિજીટલ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.

પાયલટ પ્રોજેકટ તરીકે હિંતનગર એપીએમસીમાં પ્રથમ વખત તમામ કામગીરી ડીજીટલ માધ્યમથી થાય તેવું નકકી કરાયું છે એટલે કે ખેડૂતો તમામ નાણાકીય વ્યવહાર કરે તે માત્ર ડિજીટલ પ્લેટફોર્મના માધ્યમથી કરવાનો રહેશે. આ માટે નાબાર્ડ દ્વારા માનવ ઉત્થાન ટ્રસ્ટને જવાબદારી સોંપવામાં આવી છે. ખેડૂતો માલ રોકડેથી નહી પરંતુ ડિજીટલ પેમેન્ટ આપીને ખરીદે કે વેચી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ પાયલટ પ્રોજેકટ સફળ થાય તો આગામી દિવસોમાં રાજયની તમામ એપીએમસીમાં ડિજીટલ પેમેન્ટ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. આ માધ્યમથી પણ સંપૂર્ણ એજન્ટપ્રથા નાબૂદ થશે તેવું નથી પરંતુ ઓછી થશે તેવો આશાવાદ વ્યકત કરવામાં આવી રહ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.