Western Times News

Gujarati News

ર૦ર૯થી ‘વનનેશન-વનઈલેકશન’- કાયદાપંચ ભલામણ કરશે

પ્રતિકાત્મક

પ્રતિકાત્મક

લોકસભા ધારાસભ્ય તથા સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ પણ એક સાથે કરવા કાયદાપંચ દરખાસ્ત કરે તેવા નિર્દેશ

(એજન્સી)નવીદિલ્હી, કાયદા પંચ ર૦ર૯માં લોકસભા રાજય વિધાનસભામાં અને સ્થાનીક સ્વરાજની ચુંટણીઓ એક સાથે યોજવાની અને તે માટે બંધારણમાં એક રાષ્ટ્ર એક ચુંટણી’ અંગે નવું પ્રકરણ ઉમેરવાની ભલામણ કરે તેવી ધારણા છે. એમ બુધવારે સુત્રોએ જણાવયું હતું.

ન્યાયમુર્તિ નિવૃત્ત રીતુર ાજ અવસ્થીના નેતૃત્વ હેઠળનું કાયદા પંચ એક સાથે ચુંટણીઓઅ માટે નવું પ્રકરણ ઉમેરવા બંધારણમાં સુધારાની ભલામણ તબકકામાં વિધાનસભાની મુદત એ જ સમયે પુરી થયા તેવી વ્યવસ્થા કરવાની ભલામણ કરશે. જેથી ૧૯મી લોકસભાની ચુંટણીઓ યોજાવાની છે. ત્યારે મે-જુન ર૦ર૯માં પ્રથમ વખત એક સાથે ચુંટણી યોજી શકાશે.

બંધારણના નવા અધ્યાયમાં લોકસભા, નગરપાલિકાઓ માટે એક સાથે ચુંટણી જળવાઈ રહે અને સામાન્ય મતદાર યાદી સંબંધિત મુદાઓનો સમાવેશ કરવામાં આવશે. જેથી એક સાથે ત્રણ સ્તરીય ચુંટણીઓ યોજી શકાય.

આગામી પાંચ વર્ષમાં ત્રણ તબકકામાં રાજયોની વિધાનસભાની મુદત એક સાથે તબકકામાં એવી રાજય વિધાનસભાનો સમાવેશ કરાશે. જેમની મુદતમાં થોડા મહીના એટલે કે ત્રરણ કે છે મહીનાનો કાપ મુકી શકાય.

જો અશ્વિાસના કારણે સરકારે પડી જાય અથવા ત્રિશંકુ વિધાનસભાનું સર્જન થાય તો પંચ વિવિધ રાજકીય પક્ષોના પ્રતીનીધીઓ સાથે એક તા સરકારી રચનાની ભલામણ કરશે. જો એકતા સરકારની ફોર્મ્યુલા કામ ન કરે તો કાયદા પંચે ગૃહની બાકીની મુદત માટે નવી ચુંટણીઓ યોજવાની ભલામણ કરશે.

કાયદા પંચ ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતી રામનાથ કોવિંદની આગેવાની હેઠળની એક ઉચ્ચ સ્તરીય સમીતી પણ એક સાથે ચુંટણી યોજવા અંગેનો રીપોર્ટ તૈયાર કરી રહી છે. આ વર્ષે એપ્રીલ મેમાં આગામી ઓછી પાંચ વિધાનસભાની ચુંટણીઓ યોજાય તેવી શકયતા છે.

આ ઉપરાંત મહારાષ્ટ્ર હરીયાણા અને ઝારખંડમાં વિધાનસભાની ચુંટણીઓ આ વર્ષના અંત ભાગમાં યોજાવાની ધારણા છે. બિહાર અને દિલ્હીમાં આગામી વર્ષે વિધાનસભાની ચુંટણીઓ યોજાવાન છે. જયારે આસામ, પશ્ચિમ બંગાળ, તમીલનાડુ, પુડુચેરી અને કેરળમાં ર૦ર૬માં તથા ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને મણીપુરમાં ર૦ર૭માં ચુંટણી યોજાવાની છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.