Western Times News

Gujarati News

કચ્છ, દ્રારકા અને ધાનેરામાં વહેલી સવારથી વરસાદ વરસ્યો

ગાંધીનગર, હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. અગાહીની વચ્ચે કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વહેલી પરોઢથી કચ્છમાં અનેક વિસ્તારોમાં ઝાપટા પડ્યા છે.

ભુજ, અંજાર, મુંદ્રા, ગાંધીધામ સહિત વિસ્તારમાં વરસાદ છે. હવામાન વિભાગ દ્વારા ૨ દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે પાક નુકસાનની ભીતિ છે, જેના કારણ ધરતીપુત્રોની ચિંતા વધી છે.

બનાસકાંઠાના ધાનેરા ના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વરસાદ શરૂ છે. બાપલા, વક્તાપુરા, માલોતરા, કુંડી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ છે, જેના કારણે રાયડો, જીરું, વરિયાળી, બટાકા, સહિતના પાકમાં નુકસાનની શક્યતા છે. આકાશમાં કાળા વાદળો અને વીજળીના ચમકારા વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદની શરૂઆતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

હવામાન વિભાગે ૨૧ જિલ્લામાં વરસાદનું એલર્ટ આપ્યું છે. એક સાથે બે સાયક્લોનિક સર્ક્‌યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ચારેય ઝોનના કુલ ૨૧ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.

માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સર્જાયેલા સાયક્લોનિક સિસ્ટમના કારણે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા પ્રબળ બની છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારથી જ દેવભૂમિ દ્વારકામાં વાતવરણમાં અચાનક પલટો જોવા મળ્યો સવારથી ઠંડા પવન અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.

જો કે કમોસમી વરસાદે ખેડૂતોનો ચિંતામો ચોક્કસ વધારો કર્યો છે. અગાહીની વચ્ચે કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વહેલી પરોઢથી કચ્છમાં અનેક વિસ્તારોમાં ઝાપટા પડ્યા છે. ભુજ, અંજાર, મુંદ્રા, ગાંધીધામ સહિત વિસ્તારમાં વરસાદ છે.

હવામાન વિભાગ દ્વારા ૨ દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે પાક નુકસાનની ભીતિ છે, જેના કારણ ધરતીપુત્રોની ચિંતા વધી છે. બનાસકાંઠાના ધાનેરા ના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વરસાદ શરૂ થયો છે.

બાપલા, વક્તાપુરા, માલોતરા, કુંડી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ છે, જેના કારણે રાયડો, જીરું, વરિયાળી, બટાકા, સહિતના પાકમાં નુકસાનની શક્યતા છે. આકાશમાં કાળા વાદળો અને વીજળીના ચમકારા વચ્ચે વરસાદ વરસી રહ્યો છે.

ભારે પવન સાથે વરસાદની શરૂઆતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. માવઠાની આગાહી વચ્ચે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થતાં આજથી ત્રણ દિવસ સુધી ઠંડીમાં વધારો થઇ શકે છે. ઠંડીની આગાહી સાથે આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

બદલતા વાતાવરણ વચ્ચે આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનનો પારો ગગડીને ૧૪ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેરી સહિતના પાકને નુકસાનની ભિતી સેવાઇ રહી છે.

કેટલાક માર્કેટ યાર્ડોમાં તૈયાર જણસને સુરક્ષિત સ્થળે ખસેડી લેવાની ખેડૂતો અને માર્કેટ યાર્ડના સત્તાધીશોને સ્થાનિક સ્તરે સૂચના અપાઇ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.