Western Times News

Gujarati News

ટ્રેનના ડ્રાઈવર-સહ ડ્રાઈવર મોબાઈલમાં ક્રિકેટની મેચ જોઈ રહ્યાં હતા જેને કારણે 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા

૨૯ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ આંધ્રપ્રદેશના ભયાનક ટ્રેન એક્સિડન્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

૨૯ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ આંધ્રપ્રદેશના વિજયનગરમના કાંટકપલ્લીમાં બે ટ્રેનો વચ્ચે ટક્કર થઈ હતી જેમાં બે ડ્રાઈવર સહિત ૧૪ લોકોના મોત થયાં હતા.

કાંટકપલ્લી, ૧૪ લોકોનો ભોગ લેનારા ૨૯ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ આંધ્રપ્રદેશના ભયાનક ટ્રેન એક્સિડન્ટમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ટ્રેન એક્સિડન્ટનું કારણ આપ્યું છે. વૈષ્ણવે કહ્યું કે આંધ્ર પ્રદેશમાં આ ટ્રેન એક્સિડન્ટ થયો ત્યારે ટ્રેનના ડ્રાઈવર અને સહ ડ્રાઈવર ફોન પર ક્રિકેટની મેચ જોઈ રહ્યાં હતા

જેને કારણે તેમનું ધ્યાન ડાયવર્ટ થઈ ગયું અને સામેથી આવી રહેલી ટ્રેન સાથે ટ્રેન ટકરાઈ હતી. એ દિવસે સાંજે સાત વાગ્યે આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના કાંટકપલ્લી ખાતે હાવડા-ચેન્નાઈ લાઈન પર રાયગડા પેસેન્જર ટ્રેને વિશાખાપટ્ટનમ-પલાસા ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ૧૪ લોકોના મોત થયા હતા, તેમજ ૫૦થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. A Rayagada passenger train collided head-on with a Visakhapatnam-Palasa train on the Howrah-Chennai line at Kantakapalli in Vijayanagaram district of Andhra Pradesh.

રેડ સિગ્નલ હોવા છતાં ડ્રાયવરે ટ્રેન દોડાવતા આંધ્રપ્રદેશમાં અકસ્માતઃ 13ના મોત

વૈષ્ણવે કહ્યું કે રેલવે નવા સુરક્ષા ઉપાયો પર કામ કરી રહી છે. આંધ્રપ્રદેશમાં તાજેતરની ઘટના એટલા માટે બની હતી કારણ કે ક્રિકેટ મેચને કારણે લોકો પાઇલટ અને સહ-પાઇલટ બંનેએ તેમનું ધ્યાન ગુમાવ્યું હતું.

હવે અમે એવી સિસ્ટમ્સ મૂકી રહ્યા છીએ જે આવા કોઈપણ વિક્ષેપોને શોધી શકે છે અને ખાતરી કરી શકે છે કે પાઇલટ અને સહાયક પાઇલટ સંપૂર્ણપણે ટ્રેન ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. અમે સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીએ છીએ. અમે દરેક ઘટનાનું મૂળ કારણ શોધવાનો પ્રયાસ કરીએ છીએ અને અમે એક સમાધાન સાથે આવીએ છીએ જેથી તે ફરીથી ન થાય.

કમિશનર ઓફ રેલવે સેફ્ટી (સીઆરએસ)નો તપાસ અહેવાલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ અકસ્માતના એક દિવસ બાદ રેલવે દ્વારા પ્રાથમિક તપાસમાં રાયગડા પેસેન્જર ટ્રેનના ડ્રાઇવર અને આસિસ્ટન્ટ ડ્રાઇવરને આ અથડામણ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. ટ્રેન એક્સિડન્ટમાં બન્ને ડ્રાઈવરના પણ મોત થયાં હતા. ઉલ્લેખનીય છે કે ૨૯ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ આંધ્રપ્રદેશના વિજયનગરમના કાંટકપલ્લીમાં બે ટ્રેનો વચ્ચે ટક્કર થઈ હતી જેમાં બે ડ્રાઈવર સહિત ૧૪ લોકોના મોત થયાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.