Western Times News

Gujarati News

અંબાણી પરિવારનો અંદાજ એવો કે સ્ટાર્સ પણ પડ્યા ફિક્કા

જામનગર, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં અનેક એવી ક્ષણ આવી છે જ્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પોતાની ખુશી છુપાવી શક્યા નથી. રાધિકા મર્ચન્ટે પ્રી-વેડિંગ સેલિબ્રેશનના ત્રીજા દિવસે સુંદર એન્ટ્રી કરી હતી.

અંબાણી પરિવારે રવિવારે મહા આરતીનું આયોજન કર્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર અનેક પોર્ટલ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં, રાધિકા ‘કભી ખુશી કભી ગમ’ના ગીત ‘શવા શવાપ‘ની કેટલીક લાઈનો ગાતી વખતે અનંત તરફ જતી જોવા મળી હતી.

આ ખુશીના કાર્યક્રમમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, દીકરો દીકરી ઇશાનો પરિવાર પણ નજરે પડ્યો હતો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીનો ત્રીજો દિવસ પણ ખૂબ જ શાનદાર રહ્યો હતો. આ સેલિબ્રેશનની શરૂઆત ત્રીજા દિવસે સાંજે ૬ વાગ્યે સાઈનિંગ ઈવેન્ટ શરૂ થઈ હતી. આ કાર્યક્રમમાં દરેક માટે હેરિટેજ ઇન્ડિયન ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો.

હસ્તાક્ષર કાર્યક્રમ પછી મહા આરતી કરવામાં આવી હતી, જેમાં સમગ્ર અંબાણી પરિવાર જોવા મળ્યો હતો. આ દરમિયાન સલમાન ખાન અને શાહરૂખ ખાન સહિત બી ટાઉનના તમામ સ્ટાર્સ શાહી અંદાજમાં જોવા મળ્યા હતા.

નોંધનીય છે કે, દીકરા અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી એકદમ ખુશ દેખાઇ રહ્યા છે. તેમણે પણ સ્ટેજ પર શાનદાર ડાન્સ કરીને લોકોને ખુશ કરી દીધા હતા. મુકેશ અંબાણી અને નીતા અંબાણી રાજ કપૂરના આઇકોનિક સોન્ગ ‘પ્યાર હુઆ ઇકરાર હુઆપ’ પર મસ્ત અંદાજમાં ડાન્સ પરફોર્મ કર્યુ હતુ.

આ દરમિયાન મુકેશ અંબાણીએ કુર્તા પાયજામામાં જોવા મળ્યા. આ સાથે નીતા અંબાણી ગોલ્ડન કલરની સાડીમાં જોવા મળ્યા. તમને જણાવી દઈએ કે, ગુજરાતના જામનગરમાં અનંત-રાધિકાના લગ્ન પહેલાની ઉજવણી કરવામાં આવી રહી છે. અંબાણી પરિવારનું જામનનગર સાથે ભાવનાત્મક જોડાણ છે. જામનગર એરપોર્ટ હાલના દિવસોમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઓછું નથી.

અહીં દરરોજ ડઝનબંધ ફ્લાઈટ્‌સ લેન્ડ થઈ રહી છે. રિલાયન્સ દ્વારા સમગ્ર એરપોર્ટ અને RIL રિફાઈનરીને શણગારવામાં આવી છે. રિલાયન્સ દ્વારા સમગ્ર એરપોર્ટ અને RIL રિફાઈનરીને શણગારવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.