Western Times News

Gujarati News

એરંડાના ભાવમાં વધારો થવાની શક્યતા ખૂબ ઓછી!

જૂનાગઢ, કૃષિ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગની સંશોધન ટીમે પાટણ માર્કેટિંગ યાર્ડના દિવેલાના ઐતિહાસિક માસિક ભાવોનું વિશ્લેષણ કર્યું છે.

આ ઉપરાંત અન્ય માહિતીના આધારેના અભ્યાસના તારણ મુજબ એવું અનુમાન છે કે, એરંડાનો ભાવ માર્ચથી એપ્રીલ ૨૦૨૪ દરમિયાન પ્રતિ મણના ભાવ ૧,૦૫૦ થી ૧,૧૫૦ રૂપિયા એટલે Âક્વન્ટલ દીઠ ૫,૨૫૦ થી ૫,૭૫૦ રૂપિયા જેટલા ભાવ રહેવાની સંભાવના છે. જેથી આ બાબતોની નોંધ લઈ ખેડૂતોએ એરંડાનો સંગ્રહ ન કરી અને કાપણી પછી તરત જ વેચાણ કરવા હાલ જણાવવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે નિકાસની તકો ઘટી રહી હોવાથી ભવિષ્યમાં એરંડાના ભાવમાં વધારો થવાની શક્યતા ઓછી છે. જૂન ૨૦૨૩ના મધ્યમાં વાવાઝોડાને લીધે મુખ્ય એરંડા ઉગાડતા ઉતર ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારોમાં સારો વરસાદ થવાથી એરંડાના વાવેતર વિસ્તારમાં વધારો થયો હતો. ચાલું વર્ષ ૨૦૨૩-૨૪માં એરંડાનું વાવેતર વધીને ૯.૫૨ લાખ હેક્ટર થયેલ છે, જે ગત વર્ષ ૨૦૨૨-૨૩માં ૯.૩૨ લાખ હેકટર થયેલ હતું અને ઉત્પાદન ગત વર્ષ જેટલું જ અંદાજે ૧૯.૮૦ લાખ ટન જેટલું થવાની શક્યતા છે.

ગુજરાતમાં ચાલું વર્ષ ૨૦૨૩-૨૪માં એરંડાનું વાવેતર અંદાજે ૭.૨૫ લાખ હેક્ટર જેટલું થયેલ છે, જે ગત વર્ષે ૭.૧૬ લાખ હેક્ટર હતું, અને ઉત્પાદન ગયા વર્ષના ૧૬.૦૩ લાખ ટનની સરખામણી આ વર્ષે સહેજ ઓછું ૧૫.૧૩ લાખ ટન જેટલું થવાનો અંદાજ છે.

પાકની સ્થિતિ સામાન્ય રહેશે, જેથી ઉત્પાદન પણ સામાન્ય રહેશે. રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે વાવેતરનો વિસ્તાર વધારે હોવાનો અંદાજ છે અને પાકની પરિસ્થિતિ પણ સામાન્ય રહી છે, તેથી ઉત્પાદન પણ વધવાની સંભાવના છે.

ગત વર્ષે એરંડાનું ઊંચું ઉત્પાદન થતા તેના ભાવ જે જાન્યુઆરી-૨૦૨૩માં ગુજરાતની વિવિધ બજારોમાં પ્રતિ મણના ૧,૪૦૦ રૂપિયા જેટલા હતા. જે સતત ઘટીને એપ્રિલ- ૨૦૨૩માં પ્રતિ મણના ૧,૨૦૦ રૂપિયા અને આગળ જૂન-૨૦૨૩માં પ્રતિ મણના ૧,૧૩૦ રૂપિયા જેટલા થયેલા હતા.

ત્યારબાદ સપ્ટેમ્બર-૨૦૨૩માં થોડા વધીને પ્રતિ મણના ૧,૨૩૦ રૂપિયા જેટલા થઇ ગયા હતા. પરંતુ ચાલું વર્ષે વધારે ઉત્પાદનના અંદાજને લીધે ભાવ ઘટવા તરફ છે અને હાલ ફેબ્રુઆરી ૨૦૨૪માં કાપણી સમયે પ્રતિ મણના ૧,૧૨૦ રૂપિયા આજુબાજુ છે અને આ સ્તરેથી નીચે રહેવાની સંભાવના છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.