Western Times News

Gujarati News

જીરુંમાં કલરવાળી વરીયાળી ભેળવવાનો ચાલી રહ્યો છે ગોરખધંધો

૧૪રર મણ ભેળસેળીયું જીરૂ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ-જીરામાં કલરવાળી વરીયાળી ભેળવી પાટડી યાર્ડમાં વેચવા જતો વેપારી ઝડપાયો

વઢવાણ, ગત વર્ષે હળવદમાંથી નકલી વરીયાળીનું કૌભાંડ ઝડપાયા બાદ હળવદ માર્કેટીગ યાર્ડનો વેપારી જીરામાં કલરવાળી વરીયાળી મીકસ કરી પાટડી માર્કેટીગ યાર્ડમાં વેચવા જતા પકડાઈ ગયો હતો. પાટડી યાર્ડ સત્તાવાળાઓએ ૧૪ર મણ ભેળસેળીયું જીરૂ સીઝ કરી નમુના લઈ કાનુની કાર્યવાહી હાથ ધરી છે. હળવદના વેપારીએ હળવદ યાર્ડમાં આ જીરૂ વેચતા પકડાયો હતો. છતાં માત્ર નોટીસ આપી જવા દેવાયો હતો.

હળવદ માર્કેટીગ યાર્ડમાં પેંઢી ધરાવતા ધર્મ એન્ટરપ્રાઈઝના સંચાલક દ્વારા હળવદ યાર્ડમાં ઉંચા ભાવે વેચતા જીરૂમાં કલરવાળી વરીયાળી મીકસ કરી બે ઢગલા હરાજીમાં મુકી હતી. જે અન્ય વેપારીના ધ્યાને આવતા ભાંડો ફૂટતા આ જીરૂ પાટડી માર્કેટીગ યાર્ડમાં સવારામ ટ્રેડીગ કંપનીમાં ઉતારતા જતા વેપારીએ જીરૂ શંકાસ્પદ લાગતા યાર્ડ સત્તાવાળાઓને જાણ કરી હતી. આથી આ શંકાસ્પદ જીરૂના નમુના લેવડાવી ૧૪ર મણ ભેળસેળીયું જીરૂ કબજે કરી કાનુની કાર્યવાહી કરાઈ હતી.

બીજી તરફ હાલમાં માર્કેટીગ યાર્ડમાં વરીયાળી પ્રતીમાસ રૂપિયા ૧ર૦૦થી ૧પ૦૦ના ભાવે વેચવામાં આવે છે. જેની સામે જીરૂ પ્રતીમણ રૂપિયા ૪૦૦૦થી પ૧૦૦ ના ભાવે વેચાતું હોય ભેજાબાજ વેપારીએ વરીયાળીમાં કલર કરી જીરામાં ખપાવવા પ્રયાસ કરતા પાટડી યાર્ડની ઝપટે ચડયો હતો.

હળવદ યાર્ડના સત્તાવાળાઓએ આ જીરૂ પકડી પાડયું હોત તો પાટડી માર્કેટીગ યાર્ડ સુધી આ જીરૂ ન પહોચ્યું હોતું તેવું વેપારીઓ જણાવી રહયા છે. આ અંગે પાટડી માર્કેટીગ યાર્ડના ચેરમેન રામજીભાઈ જાદવ અને સેક્રેટરી સાગરભાઈ દેસાઈએ જણાવ્યું કે, હળવદના વેપારી ખેડૂતોના નામે પાટડી એપીએમસીમાં અંદાજે સાતેક લાખનું નકલી જીરૂ વેચતા ઝડપાઈ જતા હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.