Western Times News

Gujarati News

ખેતરમાં નુકસાન થયું તો જંત્રી ભાવના 200 ટકા વળતર ચુકવાશે

પ્રતિકાત્મક

(એજન્સી)ગાંધીનગર, કેબિનેટ બેઠકમાં ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી વીજ ટ્રાન્સમિશન ઉભા કરતી વખતે ખેડૂતોને જમીનના વળતરનો વધારો કરાયો છે. જંત્રી ભાવના ૨૦૦ ટકા વળતરની ચુકવણી કરવામાં આવશે. બીજા વર્ષે વધારાનું ૧૦ ટકાથી વધારો કરાશે. અત્યારના વળતરથી ૨ ગણું વધારાનું વળતર ચૂકવાશે. વાયરની લંબાઈના ૧૫ ટકાની જગ્યાએ ૨૫ ટકા પ્રમાણે વળતર ચુકવાશે.

ખેતરની બાજુના ખરાબાનો ઉપયોગ કરવા સુચના અપાઈ છે, જેનો વધારાનો ખર્ચ વીજ કંપનીઓ કરશે. રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોની માંગણીને ધ્યાને રાખીને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતા સમયે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

પ્રવર્તમાન માર્ગદર્શિકામાં કરાયેલા સુધારા અંગે વાત કરતા મંત્રી દેસાઈએ જણાવ્યું કે, ટ્રાન્સમિશન ટાવરના કા૨ણે ટાવર આધારિત વિસ્તાર (ટાવ૨ના ચાર પાયા વચ્ચેનો ભાગ)ની જમીનના નુકશાન પેટે વળતર ચૂકવવામાં આવશે. આ માટે વળતરની ગણતરી કરતી વખતે જે-તે સમય અને સ્થળના સરકારશ્રીના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના ૨૦૦ ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે.

જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક ૧૦ ટકા લેખે વધારો (ચક્રવૃદ્ધિ) પણ ધ્યાને લેવામાં આવશે. રાજ્ય સરકારના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને કારણે હાલમાં જે વળતર મળે છે તેમાં અંદાજે બે ગણો વધારો થશે. તેમણે રાઈટ ઓફ વે કોરીડોરની વાત કરતા ઉમેર્યું કે, ટ્રાન્સમિશન લાઈનના કારણે જમીનના મૂલ્યમાં થતાં ઘટાડા અંગે સરકાર દ્વારા ચૂકવાતા વળતરમાં પણ સુધારો કરાયો છે.

જમીન માલિકની જમીન ઉપરથી પસાર થતી વીજ લાઇનની પહોળાઇ તથા લંબાઈને અનુલક્ષીને જમીનના વિસ્તારના ૧૫ ટકાની જગ્યાએ ૨૫ ટકા મુજબ વળતરનું ચૂકવણું કરવામાં આવશે. આ વળત૨ જે તે સમય અને સ્થળના સરકારશ્રીના પ્રવર્તમાન ઓનલાઇન જંત્રી દરોના ૨૦૦ ટકા લેખે વળત૨ ચૂકવવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક ૧૦ ટકા લેખે વધારો (ચક્રવૃદ્ધિ) પણ ધ્યાને લેવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.