Western Times News

Gujarati News

૧૦૦ ટેસ્ટ મેચ રમનાર ભારતનો ૧૪મો ખેલાડી બન્યો અશ્વિન

નવી દિલ્હી, ધર્મશાલામાં ભારત અને ઇગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ શરૂ થતાની સાથે જ ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ૧૦૦ ટેસ્ટ મેચ રમનાર ભારતનો ૧૪મો ખેલાડી બની ગયો છે અને આ સિદ્ધિ હાંસલ કરનાર અશ્વિન વિશ્વનો ૭૭મો ખેલાડી છે.

આ સિવાય અશ્વિન ભારતના ૯૨ વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં ૧૦૦ કે તેથી વધુ ટેસ્ટ રમનાર માત્ર પાંચમો બોલર છે. અશ્વિન પહેલા અનિલ કુંબલે, કપિલ દેવ, ઈશાંત શર્મા અને હરભજન સિંહ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. અશ્વિન ઉપરાંત ઈંગ્લેન્ડના બેટ્‌સમેન જોની બેયરસ્ટોની પણ આ ૧૦૦મી ટેસ્ટ મેચ હશે.

તે ૧૦૦ ટેસ્ટ રમનાર ૧૭મો અંગ્રેજ ખેલાડી છે. ભારત આ યાદીમાં ત્રીજા સ્થાને છે જેના ખેલાડીઓએ સૌથી વધુ ૧૦૦ ટેસ્ટ રમી છે. ઈંગ્લેન્ડ ૧૭ અને ઓસ્ટ્રેલિયા ૧૫ ખેલાડીઓ સાથે ભારત કરતા આગળ છે જેમણે ૧૦૦ ટેસ્ટ રમી છે. અશ્વિનનું ટેસ્ટ ડેબ્યૂ વર્ષ ૨૦૧૧માં થયું હતું.

નવેમ્બરના પ્રથમ સપ્તાહથી શરૂ થયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની તે ટેસ્ટ મેચમાં અશ્વિનને સચિન તેંડુલકરે ડેબ્યૂ કેપ આપી હતી. આ પછી અશ્વિને પણ પોતાના પ્રદર્શનથી ડેબ્યૂ ટેસ્ટને યાદગાર બનાવી હતી. તેણે ડેબ્યૂમાં કુલ ૯ વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચ જીત્યો હતો.

હવે તેની ૧૦૦મી ટેસ્ટમાં પણ અશ્વિન પાસેથી આવી જ અપેક્ષાઓ રહેશે, જેથી તે તેને યાદગાર પણ બનાવી શકે. જ્યાં સુધી ૧૦૦મી ટેસ્ટ પહેલા અશ્વિનના પ્રદર્શનની વાત છે તો તેણે ૯૯ મેચમાં ૨૩.૯૧ની એવરેજથી ૫૦૭ વિકેટ લીધી હતી, જેમાં ૫ કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ ૩૫ વખત નોંધાઈ છે.

મુથૈયા મુરલીધરન પછી તે માત્ર બીજો બોલર છે જેણે તેની ૧૦૦મી ટેસ્ટ રમતા પહેલા જ ૫૦૦થી વધુ વિકેટ પોતાના નામે કરી લીધી છે. અશ્વિન પહેલા ભારતના ૧૩ ખેલાડીઓએ ૧૦૦ ટેસ્ટ રમવાની સિદ્ધિ મેળવી હતી. આ યાદીમાં સચિન તેંડુલકર ટોપ પર છે.

બીજા સ્થાને ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડ છે. અશ્વિન પહેલા વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા અને ઈશાંત શર્મા આ માઈલસ્ટોન પર પહોંચી ગયા છે. જોકે, ઈશાંત શર્માએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ૨૦૨૧માં રમી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.