Western Times News

Gujarati News

એડવાન્સ બુકિંગમાં અજય દેવગનની શૈતાનએ કરી છપ્પરફાડ કમાણી

મુંબઈ, બોલિવૂડ એક્ટર અજય દેવગનની ‘શૈતાન’ ફિલ્મ હાલમાં ચારે બાજુ ચર્ચામાં છે. આ મુવીનું ટ્રેલર દમદાર છે જે જોઇને રૂંવાડા ઉભા થઇ જાય.

શૈતાન ફિલ્મમાં અજય દેવગનની સાથે આર માધવન પણ જોવા મળશે. આ સુપરનેચરલ થ્રિલર ફિલ્મ જલદી સિનેમાઘરોમાં રિલીઝ થઇ જશે. પરંતુ ‘શૈતાન’નું એડવાન્સ બુકિંગ ૪ ફેબ્રુઆરથી શરૂ થઇ ગયુ છે, જેમાં ફિલ્મને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. તો જાણો એડવાન્સ બુકિંગમાં ફિલ્મએ કેટલી કમાણી કરી છે. હોરર ફિલ્મ ‘શૈતાન’ને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.

ફિલ્મનું એડવાન્સ બુકિંગ ધમાકેદાર રીતે થઇ રહ્યુ છે. ‘શૈતાન’ મુવીના એડવાન્સ બુકિંગની વાત કરીએ તો બે દિવસ પહેલાંથી શરૂઆત થઇ છે. પહેલાં દિવસે ફિલ્મએ લગભગ ૧૬ હજારની આસપાસ ફિલ્મની ટિકિટ વેચાઇ હતી, જ્યારે આ મુવીએ ૩૯.૮૩ લાખનો બિઝનેસ કર્યો હતો.

સૈકનિક.કોમના રિપોટ્‌સ અનુસારબે દિવસની અંદર અજય દેવગનની સુપરનેચરલ હોરર ફિલ્મએ ૩૫ હજારથી વધારે ટિકિટ વેચાઇ હતી. એટલે કે ફિલ્મએ એડવાન્સ બુકિંગમાં લગભગ ૮૩.૭૪ લાખનું કલેક્શન કરી લીધુ છે. જો કે આ નંબર સતત વધી રહ્યા છે અને તારીખ નજીક આવી રહી છે.

શૈતાન જિયો સ્ટૂડિયોઝ, અજય દેવગન ફિલ્મ્સ અને પેનોરમા સ્ટૂડિયોઝ ઇન્ટરનેશનલની પ્રસ્તુતિ છે અને આ દેવગન, જ્યોતિ દેશપાંડે, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક દ્રારા નિર્મિત છે. આ ૮ માર્ચના રોજ રિલીઝ થશે. અજય દેવગનની આ વર્ષે બેક ટુ બેક અનેક ફિલ્મો રિલીઝ થશે. આ દિવસોમાં સિંઘમ અગેનના પ્રોડક્શનમાં વ્યસ્ત છે જેનું નિર્દેશન રોહિત શેટ્ટી કરી રહ્યા છે.

સિંઘમ એક ફેમસ ફ્રેન્ચાઇઝ છે જેના અત્યાર સુધીમાં બે પાર્ટ બનીને રિલીઝ થઇ ગયા છે. બન્ને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ સિવાય અજય દેવગનની પાસે મૈદાન, ઔરોં મેં કહાં દમ થા, રેડ ૨, સન ઓફ સરદાર ૨, ધમાલ ૪ જેવી ફિલ્મો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.