Western Times News

Gujarati News

500 કર્મચારીઓ ચૂંટણી ફરજ માટે રાજી નથીઃ કલેકટરની મૂંઝવણ વધી

પ્રતિકાત્મક

હાઈબીપી, લો-બીપી ડાયાબીટીસ, આંખે ઓછું દેખાવવું, હાથ-પગમાં તકલીફ, માથાનો દુખાવો, હૃદયની તકલીફ બાયપાસ કરાવ્યાનું બેક પેઈન વગેરે કારણો આપી તથા મેડીકલ સર્ટીફીકેટો સાથે અરજીઓ કરી

રાજકોટમાં ચુંટણીફરજ માટે સ્ટાફ રાજી નથી: પ૦૦ કર્મચારીએ માગી મુકિત -મેડીકલ કારણો આગળ ધરી કરી અરજીઃ અરજીથી કલેકટર આશ્ચર્યમાં

રાજકોટ, ચુંટણી બે લોકશાહીનું પર્વ છે અને આધાર પણ છે. આમ છતાં જયારે ચુંટણી ફરજની વાત આવે ત્યારે કેટલાક સરકારી કર્મચારીઓ પીછેહઠ કરતા હોય છે. અથવા ફરજ બજાવવા સ્વૈચ્છાએ રાજી હોતા નથી. રાજકોટમાં ચુંટણી ફરજમાથં પ૦૦ જેટલા કર્મચારીઓને મુકિત માગી હોવાનું સામે આવ્યું છે. મેડીકલના કારણોસર આ અરજીઓ થઈ હોવાનું સામે આવ્યું છે, ત્યારે કલેકટરે પણ મુકિત અરજીઓની સમીક્ષા શરૂ કરી છે.

લોકસભાની ચુંટણીમાં પુરતા સ્ટાફને ગોઠવી શકાય તે માટે રાજકોટ તાજેતરમાં રાજકોટ જીલ્લા ચુંટણી તંત્રે રાજકોટ શહેર જીલ્લાની કેન્દ્રને અને રાજય સરકારની તમામ સરકારી કચેરીઓ, બેકો બોર્ડ નિગમ, પોસ્ટ ઓફીસ, જીઈબી પોલીસતંત્ર વગેરે પાસેથી બ્રાંચ વાઈઝ કર્મચારીઓનું ચુંટણી સ્ટાફ માટે લીસ્ટયાદી મંગાવી હતી. આવા કુલ ૧૯પ૦૦ કર્મચારીઓની ડેટા એન્ટ્રી થઈ છ યાદી તૈયાર થયા બાદ

આમાંથી પ૦૦ જેટલા કર્મચારીઓએ મેડીકલ કારણ સર્ટીફીકેટો રજુ કરી ચુંટણી ફરજમાંથી મુકિત આપવા કલેકટર તંત્રને અરજી કરતા ખળભળાટ મચી ગયો છે. આવી અરજીઓ દરરોજ આવી રહી હોય કલેકટર પ્રભવ જોષી ચોકી ઉઠયા છે. અને તેમણે એક મહત્વનો નિર્ણય લઈ આવી અરજી કરનારાઓની એક ખાસ યાદી બનાવવા રાજકોટના એડી કલેકટર ચેતન ગાંધી તથા નાયબ જીલ્લા ચુંટણી અધિકારી નારણ મુછારને સુચના આપી છે.

પરીણામે આ બંને અધિકારીઓએ આવી મેડીકલ કારણોવાળી અને ચુંટણી ફરજમાંથી મુકિત આપવાની માંગણી કરનારાઓની સરકારી અને વાઈઝ અને કયુ મેડીકલ કારણ આપ્યું છે. તે પ્રમાણે આજથી યાદી બનાવવાનું શરૂ કર્યું છે. કલેકટર કચેરીના અધિકારી કહેવા મુજબ પ૦૦ કર્મચારીઓ હાઈબીપી, લો-બીપી ડાયાબીટીસ આંખે ઓછું દેખાવવું હાથ-પગમાં તકલીફ માથાનો દુખાવો હૃદયની તકલીફ બાયયપાસ કરાવ્યાનું બેક પેઈન વગેરે કારણો આપી તથા મેડીકલ સર્ટીફીકેટો સાથે અરજીઓ કરી લોકસભા ચુંટણી ફરજમાંથી મુકિત આપવા માંગણીઓ કરી છે.

પરીણામે હવે કલેકટર તંત્રે નિર્ણય લઈ આવા તમામની યાદી સરરકારી ડોકટરોની પેનલ, મેડીકલ પેનલ” ને મોકલી દેવાશે, ડોકટરો આવી અરજી કરનારાઓનું જે બીમારી રજુ કરી હશે તેનું ઉડાણથી ચેકીગ કરી કલેકટરને રીપોર્ટઊ કરશે. જો સાચુ હશે તો મુકિત આપવા અંગે વિચાર કરાશે. અન્યથા આવી ખોટી અરજી કરનારાઓ સામે કડક પગલા લઈ, કોઈને ફરજ મુકિત નહી અપાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.