Western Times News

Gujarati News

શેઠ કે. ટી. હાઈસ્કૂલ ખેડબ્રહ્માની શિબિર યોજાઈ

શ્રી ખેડબ્રહ્મા કેળવણી મંડળ સંચાલિત શેઠ કે.ટી.હાઈસ્કુલ ખેડબ્રહ્મામાં ની વર્ષ 2019 -20 ની એન.એસ.એસ.શિબિરનું ભવ્ય આયોજન માણેકનાથ મંદીર ખાતે કરવામાં આવ્યું.આ શિબિરનુ આયોજન કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા શાળાના આચાર્યશ્રી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.  માણેકનાથ મંદિરનાં પટાંગણમાં એન. એસ. ના વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું અને તમામ સ્પર્ધકોમાંથી પ્રથમ આવનાર તમામને પ્રોત્સાહક ઇનામો આપી નવાજ્યા હતા.

શિબિરમાં શ્રી ખેડબ્રહ્મા કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી કનુભાઈ પટેલ તથા કીર્તિ કુમાર યુ. જોસી (કા.સભ્ય શ્રી ),રામજીભાઇ પટેલ (કા.સભ્ય શ્રી ),તથા વલ્લભભાઈ પટેલ (કા.સભ્ય શ્રી), તથા જીગ્નેશકુમાર એ જોશી (ઓ.એસ. )તથા શાળાના સુપરવાઈઝર હાજર રહ્યા હતા.  શિબિરનું સંચાલન કપિલ ભાઈ ઉપાધ્યાય તથા જયેન્દ્રસિંહ સોલંકી એ કર્યું હતું અને શિબિરના મુખ્ય ઉદ્દેશ પાર પાડ્યા હતા..

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.