Western Times News

Gujarati News

ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમટી

જૂનાગઢ, શુક્રવારે સમગ્ર ભારતમાં શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે.  જૂનાગઢના ભવનાથમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ પહેલાં અતૂટ આસ્થા ધરાવતા ભવનાથ મંદિરમા આવેલા મૃગીકુંડ પાસે મહિલા સંન્યાસી દ્વારા ૧૫૧ ફૂટની ધજા ચડાવવામાં આવી છે.

ભવનાથ ધામમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ છેલ્લા બે-ત્રણ દિવસથી થયો છે. ત્યારે ભવનાથ મંદિર માં મહાદેવને ધજા ચડાવીને કરવામાં આવતો હોય છે. છેલ્લા ત્રણ વર્ષથી ભવનાથ મંદિરમાં અતૂટ આસ્થા ધરાવતા એક મહિલા સંન્યાસી દ્વારા ભવનાથ મંદિરમાં આવેલા મૃગીકુંડ પાસે ૧૫૧ ફૂટની ધજા ચડાવવામાં આવે છે જે આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું.

આ તરફ ભવનાથ ક્ષેત્રમાં શુક્રવારે મૃગીકુંડમાં શાહી સ્નાન પણ કરશે. ત્યારે મેળામાં આવનાર ભાવિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જૂનાગઢ તંત્ર અને પોલીસ દ્વારા ખાસ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ ૨૪ કલાક ખડે પગે રહી પોલીસ દ્વારા શિવરાત્રી મેળામાં નજર રાખવામાં આવી રહી છે.

આ સાથે જ ડીવાયએસપી દ્વારા મેળામાં આવતા પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે, ભાવિકો પોતાના પ્રાઈવેટ વાહનો લઈને મેળામાં ન આવે. તેના બદલામાં રિક્ષા કે બસમાં ભવનાથ સુધી આવી મેળાની મજા માણે તેવી અપીલ કરવામાં આવી છે.

તેમજ ભવનાથ માટે જૂનાગઢ પોલીસ દ્વારા તમામ પ્રકારનાં આયોજન કરી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. આ વર્ષે બે એસઆરપીની કંપની, ૧૫૦ પોલીસ અધિકારીઓ સહિત ૩,૦૦૦થી વધુ પોલીસકર્મીઓ ૨૪ કલાક ખડેપગે પોતાની ફરજ બજાવે છે. આ ઉપરાંત શિવરાત્રીના મેળામાં ૮૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. જેનું પોલીસ સ્ટાફ દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.