Western Times News

Gujarati News

શીલજ ચોકડીથી મેટ્રોની વધુ એક નવી લાઇન શરૂ કરીને મોટેરાને વૈષ્ણોદેવી અને ચાંદખેડા લાઇન બનાવી જોડશે

મેટ્રોને થલતેજથી મણિપુર સુધી જોડવાની કવાયત હાથ ધરાઈ-આ લાઇન બોપલ, શેલા, ઘુમા અને તેની આસપાસના વિસ્તારોને આવરી લેશે

અમદાવાદ, અમદાવાદના ક્રીમ એરિયા મનાતા બોપલ, ઘુમા, શેલા અને મણિપુર વિસ્તારમાં ખૂટતી કડી હોય તો તે મેટ્રોની છે. આ ક્રીમ એરિયાને મેટ્રો સાથે જોડી દેવાય તો તેને વધુ ચાર ચાંદ લાગી જાય તેમ છે. આને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રોના અધિકારીઓએ થલતેજથી વાયા શીલજ થઈને મણિપુરને મેટ્રો સુધી જોડવાની કવાયત હાથ ધરી છે. જ્યારે થલતેજથી બીજી લાઇન વૈષ્ણોદેવી, મોટેરા થઈ ચાંદખેડાને જોડશે.

આ પ્રોજેક્ટ જો નિયત આયોજન મુજબ પૂરો થાય તો મેટ્રોની દૈનિક રાઇડરશિપ વીસ લાખને આંબી જાય તેમ માનવામાં આવે છે. હાલમાં મેટ્રોની દૈનિક રાઇડરશિપ એક લાખની નજીક પહોંચી ગઈ છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન તેની વિસ્તરણ યોજનાઓને ફરી શરૂ કરી રહ્યું છે, થલતેજથી મણિપુર અને શિલાજથી મોટેરાને વૈષ્ણોદેવી અને ચાંદખેડા થઈને જોડવાનો છે.

આ સીમલેસ નેટવર્ક આગામી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સને એકીકૃત કરશે, જે શહેરની ઓલિમ્પિક આકાંક્ષાઓ માટે નિર્ણાયક છે. રાજ્ય સરકાર અને જીએમઆરસીના સૂત્રોએ જણાવ્યું હતું કે પૂર્વ-પશ્ચિમ કોરિડોર જે થલતેજ ગામે પૂરો થાય છે તે શીલજ ચાર રસ્તા થઈને મણિપુર સુધી લંબાવવામાં આવશે.

આ જ રીતે, એસપી રિંગ રોડ પર શીલજ ચોકડીથી મેટ્રોની વધુ એક લાઇન શરૂ કરીને મોટેરાને વૈષ્ણોદેવી અને ચાંદખેડા લાઇન બનાવી જોડશે. મોટેરા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્‌સ એન્ક્‌લેવ આવી રહ્યું છે.” થલતેજ ગામથી શીલજ સુધીનો વિભાગ રેલ્વે લાઇનની સમાંતર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી રહી છે, તેને મણિપુર સુધી લંબાવવામાં આવશે. આ લાઇન બોપલ, શેલા, ઘુમા અને તેની આસપાસના વિસ્તારોને આવરી લેશે, જેમણે તાજેતરના ભૂતકાળમાં રિયલ એસ્ટેટમાં ભારે વૃદ્ધિનો અનુભવ કર્યો છે.

“રેલ સેવાને ઓલિમ્પિક્સ બિડ માટેના પ્રોજેક્ટ્‌સ સાથે જોડવામાં આવશે જે આયોજન અને અમલીકરણના વિવિધ તબક્કામાં છે, “કારણ કે આ તુરંત ધિરાણ સુનિશ્ચિત કરશે.” દરમિયાન, ય્સ્ઇઝ્રના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અનુભવી રહ્યું છે તે વિસ્તરણને ધ્યાનમાં રાખીને, યોજનાઓ તૈયાર કરવામાં આવી છે.

મેટ્રો રેલને શહેરના પૂર્વ અને દક્ષિણ બાજુના વિસ્તારો સુધી લંબાવવાની તૈયારીમાં છે. “મેટ્રો રેલ સેવાઓ ધીમે ધીમે અમદાવાદ શહેરની ચારે બાજુના આઉટગ્રોથ વિસ્તારો સુધી લંબાવવામાં આવશે,” જીએમઆરસીના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું. સેટેલાઇટ, પ્રહલાદનગર , સરખેજ જેવા શહેરના પશ્ચિમ બાજુના વિસ્તારોમાં રહેતા લોકો માટે “ફીડર બસ”ની સુવિધા શરૂ કરવામાં આવશે.

“આ મિની બસો લોકોને વિવિધ વિસ્તારોમાંથી થલતેજ, મણિપુર અને શીલજ જેવા મુખ્ય જંકશન પર લઈ જશે, જેથી તેઓ અમદાવાદના વિવિધ ભાગો અને ગાંધીનગર સુધી પણ સરળતાથી મેટ્રો રેલ સેવાઓનો લાભ લઈ શકે,” અધિકારીએ જણાવ્યું હતું.

રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે મેટ્રો રેલના તબક્કા ૧ (અમદાવાદ શહેર)ના વિસ્તરણ દ્વારા પ્રાપ્ત થવાની સંભાવના છે તે ટ્રાફિક વોલ્યુમની ખાતરી કરવા માટે હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે.  અધિકારીઓએ જણાવ્યું હતું કે, “અમદાવાદ શહેરના પૂર્વીય ભાગો અને અન્ય આઉટગ્રોથ વિસ્તારોમાં મેટ્રો રેલ સેવાઓને વિસ્તારવાની શક્યતાને સુનિશ્ચિત કરવા માટે એક સાથે અભ્યાસ પણ ચાલી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.