Western Times News

Gujarati News

આસામના કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લેતાં PM મોદી

PM નરેન્દ્ર મોદીએ કાઝીરંગાના જંગલમાં લખીમાઈ, પ્રદ્યુમ્ન અને ફૂલમાઈને શેરડી ખવડાવી.

ગુવાહાટી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની તેમની બે દિવસીય મુલાકાતે શનિવારે સવારે આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી અને જીપ સફારી કરી હતી.
કોહોરા ખાતેના પાર્કની સેન્ટ્રલ રેન્જમાં, પીએમ મોદીએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન તે જ રેન્જમાં જીપ સફારીમાં જતા પહેલા મિહિમુખ વિસ્તારમાં સૌપ્રથમ હાથી સફારી કરી હતી. PM Modi takes safari in Kaziranga National Park.

ઓછું વજન હોય તો વજન વધારવા માટે આટલું કરો

કાઝીરંગા નેશનલ પાર્કના ડાયરેક્ટર સોનાલી ઘોષ અને વન વિભાગના અન્ય અધિકારીઓ વડાપ્રધાનની સાથે હતા. પીએમ મોદી શુક્રવારે સાંજે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. PM નરેન્દ્ર મોદીએ કાઝીરંગાના જંગલમાં લખીમાઈ, પ્રદ્યુમ્ન અને ફૂલમાઈ નામના હાથીઓને શેરડી ખવડાવી હતી. કાઝીરંગા ગેંડાઓ માટે જાણીતું છે પરંતુ અન્ય કેટલીક પ્રજાતિઓ સાથે ત્યાં હાથીઓ પણ મોટી સંખ્યામાં છે.

વડાપ્રધાન દિવસના ઉત્તરાર્ધમાં આસામમાં કેટલીક મહત્ત્વની વિકાસ યોજનાઓનું લોકાર્પણ કરશે. તેના પછી અરુણાચલ પ્રદેશમાં કાર્યક્રમો છે.

​​​​​​વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામમાં લગભગ 18 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. અહીં તેઓ જાહેરસભાને પણ સંબોધન કરશે. આ સિવાય તેઓ પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ બનેલા 5.5 લાખથી વધુ ઘરો માટે ગૃહ પ્રવેશ સમારોહમાં પણ હાજરી આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.