Western Times News

Gujarati News

રિતિક રોશન આનંદ રાયની નવી ફિલ્મમાં રોલ નહીં કરે

મુંબઇ, ફિલ્મ નિર્માતા આનંદ એલ રાય પોતાની આગામી ફિલ્મ રિતિક રોશન , સારા અને ધનુષની સાથે બનાવવા માટેની યોજના બનાવી રહ્યા હતા. તેમની છેલ્લી ફિલ્મ જીરો રહેલી હતી. જા કે હવે એવા હેવાલ આવી રહ્યા છેકે રિતિક રોશને રાયની આગામી ફિલ્મમાં કામ કરનાર નથી. મિડિયા સાથે વાતચીત કરતા રિતિક રોશને કહ્યુ છે કે જ્યાં સુધી તેને પણ તેની નવી ફિલ્મ અંગે માહિતી મળતી નથી ત્યાં સુધી મિડિયાને માહિતી મળે તે યોગ્ય નથી. રિતિક રોશન વર્ષ ૨૦૧૯માં સૌથી સફળ સ્ટાર તરીકે રહ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ કમાણી કરી ગઇ હતી.

તાજેતરના સમયની સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે તે સાબિત થઇ હતી. વોર ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ અને વાણી કપુરની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધુમ મચાવી ગઇ હતી. તેપહેલા તેની સુપર ૩૦ પણ બોક્સ ઓફિસપર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી.રિતિક રોશન બોલિવુડના સૌથી મોટા અને મોંઘા સ્ટાર પૈકી એક તરીકે છે.તેની તમામ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે.

રિતિક રોશન હાલમાં કેટલીક ફિલ્મોને લઇને વ્યસ્ત છે. જેમાં તેની હોમ પ્રોડક્શનની ક્રિશ સિરિઝની ફિલ્મનો સમાવેશ થાયછે. સાથે સાથે તેની પાસે અનેક મોટા નિર્માતા નિર્દેશકોની ફિલ્મો રહેલી છે. રિતિક રોશન ફરાહ ખાનની પણ એક ફિલ્મમા કામ કરી રહ્યો હોવાના હેવાલ મળ્યા છે. આ ઉપરાંત સંજય લીલાની આગામી ફિલ્મમાં પણ તે મોટી ભૂમિકા અદા કરવા જઇ રહ્યોછે. જેમા અજય દેવગનને પણ મોટી ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી.જા કે અજયે દ્વારા આ ભૂમિકાને ફગાવી દેવામાં આવી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.