Western Times News

Gujarati News

ભરૂચ શહેરના ૧૦ ચેઈન સ્નેચીંગના ગુનાના ભેદ ઉકેલતી એ ડિવિઝન પોલીસ

ભરૂચ: ભરૂચ શહેરના વિવિધ વિસ્તારમાં બનેલા ચેઈન સ્નેચીંગના ગુનાના ભેદ ઉકેલી ભરૂચ એ ડિવિઝન પોલીસે આરોપી અને સોનું ખરીદનાર ઈસમની અટકાયત કરી રૂપિયા પોણા ચાર લાખ ઉપરાંતના સોનુ અને મોટર સાયકલ મળી કુલ રૂપિયા ચાર લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં બનેલા આવા ગુનાઓનો પદ્ધતિસરનો અભ્યાસ કરી અલગ-અલગ ટીમોની રચના કરી હતી જેમાં સર્વેલન્સ ટીમે અને વહિકલ સ્કોર્ડના માણસો ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે મનીષ આનંદ સોસાયટી વિસ્તારમાં ચેન સ્નેચર મોટર સાયકલ નંબર જીજે ૧૬ ડીબી ૮૦૯૦ પર ફરે છે.


બાતમીના આધારે નાકાબંધી કરી મનીષાનંદ સોસાયટી માંથી ઝડપી પાડી પુછપરછ કરતાં તે ભરૂચના મકતમપુર માં આવેલ જિલ્લા પંચાયત કોલોનીમાં રહેતો સંદીપ વાલજીભાઈ ભાનુશાળી હોવાનું અને આશરે બે માસ પૂર્વે અયોધ્યા નગર માં મહિલાના ગળા માંથી સોનાની ચેન તોડી હોવાની બહાર આવ્યું હતું.ઝડપાયેલા આરોપીની વધુ પૂછપરછમાં તેને ભરૂચ શહેર એ ડીવીઝન વિસ્તાર માંથી કુલ દસ ચેનલ ચીનના ગુનાઓની કબુલાત કરી હતી.

આરોપી સંદીપ ભાનુશાળી ની અટકાયત બાદ રિમાન્ડ મેળવી ધનિષ્ઠ પૂછપરછ કરતા પોતે ચોરેલું મુદ્દામાલ સુરત ખાતે સોની નો વેપાર કરતા મોહંમદ  સાબીર ચોકસીને વેચો હોવાનું જણાવ્યું હતું. જેના પગલે પોલીસ ટીમ સુરત સોનાના રીસીવર ની તપાસ માટે પહોંચી હતી અને ત્યાંથી આરોપી મોહંમદ  સાબીર ચોકસીની અટકાયત કરી તેની પાસેથી રૂપિયા સાડા ત્રણ લાખની કિંમતની સોનાની રકમ કબજે કરી વધુ તપાસ હાથધરી છે.

પોલીસે એક સોનાની ચેઈન,સોનાની ૧૦૦ ગ્રામની રણી તેમજ ગુનામાં વપરાયેલા મોટર સાયકલ મળી કુલ રૂપિયા ૪,૦૫,૦૦૦ના મુદ્દામાલ જપ્ત કરી વધુ કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.