Western Times News

Gujarati News

સમગ્ર દેશમાં હિંદુત્વનું વાતાવરણ બન્યું છે અને દેશ ચોતરફ પ્રગતિના પંથે છે: સચ્ચિદાનંદજી

સાબરકાંઠા જિલ્લાના કિસાન કાર્યાલય બલરામ ભવનના મંગલ પ્રવેશનો કાર્યક્રમ યોજાયો-૯૪ વર્ષની ઉંમરે પોતાની તબિયત અસ્વસ્થ હોવા છતાં કાર્યક્રમમાં હાજરી આપી

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) સાબરકાંઠા જિલ્લાના કિસાન કાર્યાલય બલરામ ભવનના મંગલ પ્રવેશનો કાર્યક્રમ યોજાયો પદ્મભૂષણ પ. પૂ.સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજના સાન્નિધ્યમાં યોજાયો હતો. જેનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય મંત્રી મોહિની મોહન મિશ્ર તથા મુખ્ય મહેમાન પ્રાંત સંઘચાલક રા.સ્વ.સંઘ ડૉ.શ્રી ભરતભાઈ પટેલના હસ્તે થતાં આ પ્રસંગે અને દાતાઓ- કાર્યકરો તેમજ હજારોની સંખ્યામાં કિસાનોએ હાજરી આપી.

પૂજ્ય સ્વામીજીએ કિસાનોને બલરામના અનુયાયી સેવકો બની મજબુત સંગઠન બનાવવાના આહવાન સાથે ભવન નિર્માણ પેટે ૧૧ લાખ રૂપિયા દાનની જાહેરાત કરી. મુખ્ય દાતા સહિત ૫૦,૦૦૦/- સુધીના દાતાશ્રીઓનું સન્માન, આંદોલનમાં શહીદ થયેલ પરિવારોનું સન્માન, પૂર્વ – પીઠ સેવા નિવૃત્ત ૨૧ કાર્યકરોનું સન્માન, કિસાન સંદેશના વાર્ષિક લવાજમો આપવા બદલ સા.કાંઠા જીલ્લા બેંક, સાબર ડેરી, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ પટેલ સહિત પ્રતિનિધીઓનું સન્માન, પત્રકારોનું સન્માન પણ કરવામાં આવેલ હતું.

સ્વાગત પ્રવચન જીલ્લા પ્રમુખ અમૃતભાઈ પટેલે કર્યુ હતું. રાષ્ટ્રીય મંત્રી બાબુભાઈ પટેલે સાબરકાંઠામાં ૧૯૮૫ થી સંગઠન કાર્ય શરૂ થયેલ ત્યારથી આજ સુધીની ગતિ – પ્રગતિ – ઐતિહાસીક સંઘર્ષ – વિકાસગાથા – સંગઠન, સંઘર્ષ અને રચનાત્મક કામોની વિગતો સાથે – ૨૦૦૩ માં રાખેલ જૂના કાર્યાલયના મકાન બાદ આજે ઉદ્ઘાટીત નવા ભવન નિર્માણ સુધીની વિસ્તૃત માહિતી આપી હતી.

ત્યાર બાદ ૧ લાખથી વધુ ૫,૫૧,૦૦૦/- સુધીના દાન આપનાર દાતાશ્રીઓનાં સન્માન કરવામાં આવેલ. । પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રથમ જગમાલભાઈ આર્ય પ્રદેશ પ્રમુખશ્રીએ કાર્યાલય બનાવવા બદલ જિલ્લા એકમને અભિનંદન આપી હવે સંગઠનને પણ વધુ મજબૂત બનાવી ગાય – ગામડું – ખેતીને બચાવવાનો સંકલ્પ કરી આગળ વધવા જણાવ્યુ હતું. પ્રાંત સંઘ ચાલકશ્રી ડૉ. ભરતભાઈએ ભા.કિ.સંઘના કાર્ય પ્રવૃત્તિની સરાહના કરીને હવે જ્યારે સમગ્ર દેશમાં હિંદુત્વનું વાતાવરણ બન્યું છે અને દેશ ચોતરફ પ્રગતિના પંથે છે ત્યારે પ્રત્યક્ષ ગામોમાં તમામ ગ્રામજનો એક મંદિર, સ્મશાન અને પાણી અંગે સમરસતાનું વાતાવરણ બને તે સમયનો તકાજો છે.

આમ સમાજ નાત-જાત-મતપંથ સંપ્રદાય ભૂલી એક બને તે જ સંઘનો સંકલ્પ છે. પૂ.સ્વામીજીએ ૯૪ વર્ષની ઉંમરે પોતાની તબિયત અસ્વસ્થ હોવા છતાં શ્રધ્ધેય જીવણદાદા  અંબુભાઈ સહિત કિસાન સંઘ સાથેની લાગણી – સબંધોના કારણે હું આવેલ છું તેમ જણાવી કૃષ્ણ અને બલરામજીના ચરિત્રને ધ્યાને લઈ આપણે સંગઠનમાં બહુ જ ધીર-ગંભીર-દીર્ધ ર્દષ્ટિથી ખેતીને આગળ લઈ જવી પડશે.

કાર્યક્રમમાં પુ.રાષ્ટ્રીય અધ્યક્ષ અંબુદાદા, પ્રદેશ મહામંત્રી આર.કે.પટેલ, મા.પૂર્વ રા.અધ્યક્ષ, પૂર્વ પ્રમુખ શ્રી મગનભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શામળભાઈ પટેલ, સામજીભાઈ મ્યાત્રા, પ્રદેશ મંત્રી કુરાભાઈ ચૌધરી, પ્ર.કોષાધ્યક્ષ જ્યંતીભાઈ ડાભી, જી.કોષા ઈશ્વરભાઈ પટેલ, પ્રદેશ સંપર્ક અધિકારી ઘનશ્યામભાઈ સીતાપરા, વિભાગ સંઘચાલક પ્રકાશભાઈ પરમાર સહિત અનેક વિવિધ ક્ષેત્રોના કાર્યકર્તાઓ તેમજ અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા – કચ્છ જીલ્લામાંથી પણ પ્રમુખ – મંત્રી સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.