Western Times News

Gujarati News

45 જેટલી કંપનીઓના IT પ્રોફેશનલ્સ સાથે મુખ્યમંત્રીએ શું વાતચીત કરી?

IT ક્ષેત્રે 1 લાખ જેટલી નવી રોજગારીનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર-ગાંધીનગરમાં 45 જેટલી કંપનીઓના IT પ્રોફેશનલ્સ સાથે સંવાદનો અવસર મુખ્યમંત્રીને  મળ્યો.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના 45 જેટલી કંપનીઓના IT પ્રોફેશનલ્સ સાથે સંવાદનો અવસર મુખ્યમંત્રીને  મળ્યો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ઇન્ડિયાના વિઝન સાથે દેશમાં નાનામાં નાના વ્યક્તિને લાભ થાય તે પ્રકારની આઇટી ઇકોસિસ્ટમ તૈયાર કરી છે.

ગુજરાત પણ આઈટી સેવાઓનો વ્યાપ વધારવા પૂરી તત્પરતાથી આગળ વધી રહ્યું છે. રાજ્યની IT/ITes પોલિસીના ઘણા સુખદ પરિણામો આપણને મળી રહ્યા છે. આવનાર સમયમાં ગુજરાતની આઈટી ક્ષેત્રની નિકાસને ₹25,000 કરોડ સુધી પહોંચાડવા તેમજ આઇટી ક્ષેત્રે 1 લાખ જેટલી નવી રોજગારીનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.

આજના અવસરે, વિકસિત ભારત સંકલ્પ પત્ર માટે યુવાનોના સૂચનો મેળવ્યા. ગુજરાતના આ તેજસ્વી આઇટી પ્રોફેશનલ્સને વિકસિત ભારત – વિકસિત ગુજરાતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપવાનું આહવાન કર્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.