Western Times News

Gujarati News

અમદાવાદમાં ટ્રાફીકનું ભારણ ઘટાડવા સુરતની સંસ્થાની મદદ લેવી પડી

પ્રતિકાત્મક

અમદાવાદ મ્યુનિ.તંત્ર પાસે કર્મચારીઓ અને અધિકારીઓની મોટી ફોજ, નિષ્ણાત કન્સલ્ટન્ટો તેમજ કોન્ટ્રાકટરો હોવા છતાં અન્ય શહેરો પાસેથી પ્રેરણા લેવી પડે તે વાસ્તવમાં શરમજનક બાબત છે.

અમદાવાદનાં ર૭ જંકશન ડેવલપ કરવાની કામગીરી મેળવનાર સુરતની સંસ્થાને ર.૩ર કરોડનું કામ સોંપાયું- શહેરમાં વધુ પ૦ જંકશન સુધારાશે

(એજન્સી)અમદાવાદ, શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફીકની સમસ્યા વધતી જઈ રહી છે અને તેને હલ કરવા અને જંકશન રીડેવલપ અને રીડીઝાઈન કરવાની તાતી જરૂરીયાત ઉભી થઈ છે. તેને ધ્યાને લઈ મેગાસીટીનાં મ્યુનિ. સત્તાધીશોએ રાજયનાં બીજા નંબરના શહેર ગણાતાં સુરતની સંસ્થાને વધુ પ૦ ટ્રાફીક જંકશન ડેવલપ કરવાની કામગીરી સુપ્રત કરી છે.

મ્યુનિ.સુત્રોનાં જણાવ્યા અનુસાર દરેક બાબતમાં અમદાવાદને સૌથી અગ્રેસર ગણાવાય છે. પરંતુ અનેક કામોમાં કે બાબતોમાં બીજા શહેરો અગ્રેસર હોય તેવા અનેક દાખલા જોવા મળી રહયા છે. એટલું જ નહી અન્ય શહેરોનાં કોન્ટ્રાકટરો તથા સંસ્થાઓનું લાલ જાજમ પાથરી અમદાવાદમાં સ્વાગત કરવામાં આવે છે.

મ્યુનિ.તંત્ર પાસે કર્મચારીઓ અને અધિકારીઓની મોટી ફોજ, નિષ્ણાત કન્સલ્ટન્ટો તેમજ કોન્ટ્રાકટરો હોવા છતાં અન્ય શહેરો પાસેથી પ્રેરણા લેવી પડે તે વાસ્તવમાં શરમજનક બાબત છે.

સુત્રોએ કહયું કે, દરેક જકંશન ખાતે ગમે તેમ ટ્રાફીક સર્કલ વગેરે બનાવી દેવાય છે. જેના કારણે ટ્રાફીક સીગ્નલ ઢંકાઈ જાય છે. તેમજ વાહનચાલકોને પણ અડચણ થતી હોય છે. અમુક જગ્યાએ તો સર્કલ જેવું બનાવી ત્યાં છોડવા રોપી દેવાય છે. જેના કારણે સામેથી કે બાજુમાંથી કોણ આવે છે તે ખબર પડતી નથી અને તેના કારણે અકસ્માત સર્જાતા હોય છે.

તેમ છતાં મ્યુનિ.સત્તાધીશોએ ટ્રાફીકનું ભારણ ઘટાડવા માટે નાનામોટાં જંકશનનાં ટ્રાફીક સર્વેનાં આધારે જંકશન રીડેવલપ કે રીડીઝાઈન કરવા કે ટ્રાફીક સર્વેનાં આધારે આઈઆરસી ગાઈડલાઈન પ્રમાણે જ સુધારવધારાની જરૂરીયાત હોય તે પ્રમાણે કામ કરાવવા માટે સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ થોડા સમય અગાઉ ર૭ જંકશનની કામગીરી સુપ્રત કરી હતી. જેની કામગીરી ચાલી રહી છે.

દરમ્યાનમાં મ્યુનિ.સત્તાધીશોએ કોઈ કારણસર સુરતની સંસ્થાને વધુ પ૦ જંકશન ડેવલપ કરવા માટે સોંપવાનો નિર્ણય લીધો છે. અને તેના માટે ર.૩ર કરોડ રૂપિયા ચુકવવામાં આવશે. આ સંસ્થાને ર૦ કરોડ ટકા લેખે એડવાન્સ પેમેન્ટ પણ કરવામાં આવશે.

એટલું જ નહી આ દરખાસ્તમાં એવો પણ સુધારો કરી દેવાયો છે કે, ભવિષ્યમાં વધારાનાં જંકશન ડીઝાઈલન સર્વે કરાવવાનાં થાય તે પણ સદરભાવથી તેમજ જે તે આનુષંગીક ખર્ચ વગેરે સાથે કામ કરાવી શકાશે.

જોકે સુત્રોએ બચાવ કર્યો હતો. કે, આ સંસ્થા સરકારી સંસ્થાછે અને સુરતમાં પણ કન્સલ્ટન્ટ તરીકે કાર્યયરત છે. તેની પાસે કામ કરાવવામાં વાંધો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.