Western Times News

Gujarati News

સગર્ભા મહિલાઓને 15000ની સહાય જાહેર કરવામાં આવી

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સગર્ભા મહિલાઓની મોતનો આંકડો વધી રહ્યો છે. યોગ્ય સમયે સારવારના અભાવે તો ક્યારેક આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે પ્રોપર સારવાર ન મળવાને કારણે સગર્ભા મહિલાઓ સામે મોતનું જોખમ તોળાઈ રહ્યું છે. આ સ્થિતિમાં સુધારો લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા લાવામાં આવ્યો મહત્ત્વનો નિર્ણય.

રાજ્યમાં દર વર્ષે ૧ લાખ ડિલિવરીએ ૫૭ માતાઓના મૃત્યુની ઘટના બને છે. જેમાંથી મોટાભાગના કિસ્સાઓમાં હાઇરિસ્ક માતાઓના ડિલિવરી દરમિયાન મૃત્યુની ઘટના હોય છે.

ગુજરાતમાં દર વર્ષે ૭૦૦ જેટલી સગર્ભાઓના ડિલિવરી દરમિયાન થતા મૃત્યુના કિસ્સાઓ અટકાવવા સરકારે આ પ્રયાસ કર્યો છે. હાઇરિસ્ક સગર્ભા મહિલાઓને એવી હોસ્પિટલમાં દાખલ કરાશે કે જ્યાં કાર્ડિયાક સેન્ટર હોય, કિડની સેન્ટર હોય, બ્લડ બેન્ક હોય, સ્પેશિયલ ન્યૂ બોર્ન બેબી કેર સેન્ટર હોય તેવી સ્પેશિયાલિટી ધરાવતી હોસ્પિટલમાં દાખલ કરવા આયોજન કરાયું છે.

ગુજરાતમાં દર વર્ષે ૭૦૦ જેટલી સગર્ભા માતાઓના ડિલિવરી દરમિયાન મૃત્યુની ઘટના બને છે ત્યારે આ પ્રકારની ઘટના અટકાવવા પ્રયત્નશીલ રાજ્ય સરકાર દ્વારા આગામી ૧લી એપ્રિલથી નવતર યોજના અમલમાં મુકવામાં આવી રહી છે.

હાઇરિસ્ક સગર્ભા માતાને ડિલિવરીના સાત દિવસ પહેલાં અને ડિલિવરીના સાત દિવસ બાદ તમામ પ્રકારની સ્પેશિયાલિટી ધરાવતી હોસ્પિટલમાં દાખલ કરાશે અને આ સમય દરમિયાન સગર્ભા માતાને પોષણક્ષમ ખોરાક, સારી સારવાર તથા રૂ.૧૫ હજારની સહાય પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આ પ્રકારનો નવતર પ્રયોગ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

સરકાર દ્વારા હોસ્પિટલમાં દાખલ થનાર સગર્ભા મહિલાના બેન્ક ખાતામાં ડિલિવરી પહેલાં રૂ.૮ હજાર જમા કરાવવામાં આવશે અને ડિલિવરી બાદ રૂ.૭ હજાર તેમના બેન્ક ખાતામાં જમા કરાશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.