Western Times News

Gujarati News

ઉનાળાની શરુઆત પહેલા જ 198 જળાશયોમાં 50% થી પણ ઓછું જળસ્તર

પ્રતિકાત્મક

રાજકોટના આજી-૨ અને સુરેન્દ્રનગરના વંથલીનો તેમાં સમાવેશ થાય છે

અમદાવાદ,  ઉનાળાની શરુઆત પહેલા જ રાજ્યના જળાશયોની સ્થિતિ ચિંતાજનક થઈ છે. રાજ્યના ૧૩૮ જળાશયોમાં અડધાથી ઓછુ જળસ્તર ભરેલું છે. ૯૦ ટકાથી વધારે જળસ્તર ધરાવતા હોય એવા જળાશયો માત્ર ૨ જ છે. રાજ્યના ૩૬ જળાશયોનું જળસ્તર ૧૦ ટકા કે તેથી ઓછું છે.

સૌથી વધારે સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીના જળસ્કર છે. ૬૮ જળાશયોમાં પાણીનો જથ્થો ૨૦ ટકા કે તેનાથી પણ ઓછો છે.હજુ તો ઉનાળાની શરુઆત થઇ રહી છે, ત્યાં જ હવે પાણીની અછતની ચિંતા વધવા લાગી છે. રાજ્યના ૧૩૮ જળાશયોમાં અડધાથી ઓછુ જળસ્તર ભરેલું છે. ૯૦ ટકાથી વધારે જળસ્તર ધરાવતા હોય એવા જળાશયો માત્ર ૨ જ છે.

રાજકોટના આજી-૨ અને સુરેન્દ્રનગરના વંથલીનો તેમાં સમાવેશ થાય છે. જ્યારે ૮૦ થી ૯૦ ટકા પાણીનો જથ્થો ધરાવતા જળાશયો રાજ્યમાં ૮ છે. જેમાં મોરબીના મચ્છુ-૩, કચ્છના કાલાઘોડા, જૂનાગઢના હિરણ, મહીસાગરના વણાકબોરી, સાબરકાંઠાનો જવાનપુરા, દાહોદના હડફ અને સુરકના લેખીગામનો સમાવેશ થાય છે.૭૦ થી ૮૦ ટકા જળાશય ભરેલા હોય એવા પણ ૮ છે.

રાજ્યમાં કેટલાક જળાશય ઉનાળાની શરુઆત પહેલા જ તળીયા ઝાટક થયા છે. દેવભૂમિ દ્વારકાના ગઢકી-સાની, પોરબંદરના અડવાણા-અમીપુરના જળાશયોની સ્થિતિ ચિંતાજનક છે. જૂનાગઢના પ્રેમપરાનનું જળાશય શૂન્ય જળસ્તર ધરાવે છે. રાજ્યના ૩૬ જળાશયોનું જળસ્તર ૧૦ ટકા કે તેથી ઓછું છે. સૌથી વધારે સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીના જળસ્કર છે. ૬૮ જળાશયોમાં પાણીનો જથ્થો ૨૦ ટકા કે તેનાથી પણ ઓછો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.