Western Times News

Gujarati News

રોહિતના સાથી ખેલાડી અજિંક્ય રહાણેએ નિવૃત્તિની જાહેરાત કરી

નવી દિલ્હી, ૪૧ વખતની ચેમ્પિયન મુંબઈએ રણજી ટ્રોફીની ફાઇનલમાં શાનદાર વાપસી કરી છે. વિદર્ભ સામે રમાઈ રહેલી મેચમાં તે પ્રથમ દાવ દરમિયાન માત્ર ૨૨૪ રનમાં આઉટ થઈ જવા છતાં લીડ લેવામાં સફળ રહી.

ધવલ કુલકર્ણી અને તનુષ કોટિયનની જોરદાર બોલિંગના કારણે વિદર્ભનો પ્રથમ દાવ માત્ર ૧૦૫ રનમાં સમેટાઈ ગયો હતો. ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા શાર્દુલ ઠાકુરે બેટિંગમાં પોતાની પ્રતિભા બતાવીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી.

ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમી ચુકેલા સિનિયર ખેલાડી અજિંક્ય રહાણેની કપ્તાનીમાં રમી રહેલી મુંબઈની ટીમે રણજી ફાઇનલમાં વિદર્ભ સામે જબરદસ્ત વાપસી કરી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની ટીમ ખરાબ બેટિંગની સ્થિતિને કારણે માત્ર ૨૨૪ રન જ બનાવી શકી હતી. લોઅર ઓર્ડરમાં આવતા શાર્દુલ ઠાકુરે અડધી સદી રમીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

પ્રથમ દાવમાં મુંબઈને ૨૨૪ રનમાં ઓલઆઉટ કર્યા બાદ વિદર્ભની લીડ લેવાની આશા પર રોહિત શર્માના પાર્ટનરે પાણી ફેરવી દીધું હતું. અનુભવી ઝડપી બોલર ધવલ કુલકર્ણીએ ૧૧ ઓવરમાં ૫ મેડન ઓવર નાંખી અને માત્ર ૧૫ રન આપીને ૩ મહત્વની વિકેટ લીધી.

તેણે ઓપનર અથર્વ તાયડે, અમન મોખાડે અને છેલ્લી મેચના હીરો કરુણ નાયરને પોતાનો શિકાર બનાવ્યો હતો. સમગ્ર ટીમને ૧૦૫ રને સમેટવામાં તનુષ કોટિયનની ૩ વિકેટ પણ મહત્વની હતી. ધવલ કુલકર્ણીએ આ મેચ પહેલા નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.

બોલર માટે ઉતરતી વખતે ટીમના ખેલાડીઓએ તેને ગાર્ડ ઓફ ઓનર પણ આપ્યું હતું. વિદર્ભની ટીમ મુંબઈ સામે પ્રથમ દાવમાં સસ્તામાં આઉટ થઈ ગઈ હતી અને તેની ટીમના ૮ બેટ્‌સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા ન હતા. તેમાંથી બે મોટા નામ ખાતું પણ ખોલી શક્યા નહોતા. કરુણ નાયર અને ધ્રુવ શૌરી. કરુણ ધવલ કુલકર્ણીનો શિકાર બન્યો હતો જ્યારે ધ્રુવની વિકેટ શાર્દુલ ઠાકુરે લીધી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.