Western Times News

Gujarati News

ભૂતપૂર્વ CM છબીલદાસ મહેતાની પુત્રી પણ ભાજપમાં જોડાઈ

ભાવનગર, ભાવનગર લોકસભા બેઠક પર ઈન્ડીયા ગઠબંધન દ્વારા આમ આદમી પાર્ટી AAPના બોટાદના ધારાસભ્ય મેદાનમાં ઉતારાયા છે ત્યારે લોકસભાની ચુંટણી જાહેર થાય તે પહેલા જ ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી છબીલદાસ મહેતાની પુત્રી કે જેઓ આમ આદમી પાર્ટીના ભાવનગર લોકસભાના પ્રભારી છે. તે સહીત આપના હોદેદારોની કાર્યકયરોને ભાજપનો ભગવો ધારણ કર્યો છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છબીલદાસ મહેતાના પુત્રી નીતાબેન મોદી ભાવનગર ખાતે ભાજપમાં BJP જોડાયા છે. ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતા અને ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, મહામંત્રીઓ અલ્પેશભાઇ પટેલ, નરેશભાઇ મકવાણા અને પાર્થભાઈ ગોંડલિયા, મેયર ભરતભાઇ બારડ તેમજ ચૂંટાયેલા હોદ્દેદારો તેમજ સંગઠનની ઉપસ્થિતિમાં જાેડાયા હતા.

ભાવનગર લોકસભાની બેઠક રાજકીય રીતે વિવાદીત બનતા ભાજપ દ્વારા હજુ સુધી તેનો ઉમેદવાર જાહેર કર્યો નથી. પરંતુ આમ આદમી પાર્ટી અને કોગ્રેસનું ગઠબંધન થયું તે પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાનું નામ જાહેર કરી દીધું હતું. ત્યારબાદ ગઠબંધન થતાં કોગ્રેસ દ્વારા ભાવનગર બેઠક પરથી તેનો કોઈ ઉમેદવાર ઉતાર્યો ન હતો.

અને ઉમેશ મકવાણાને જ સમર્થન આપ્યું છે. રાજય કક્ષાએ મોટાભાગે કોગ્રેસના દીગ્ગજ નેતાઓ ભાજપમાં ભળી રહયા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના હોદેદારો આગેવાનોએ પણ ભાજપ તરફ પ્રયાણ શરૂ કર્યું છે. આજે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના ઉપાધ્યક્ષ અને ભાવનગર લોકસભાના પ્રભારી તેમજ આમ આદમી પાર્ટીના અન્ય હોદેદારો તેમજ કાર્યકરો કેસરીયા ધારણ કરીને ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.