Western Times News

Gujarati News

ચૂંટણી પહેલાં બિલ્ડરોને ફાયદોઃ ઝૂંપડપટ્ટીના રિડવેલપમેન્ટમાં TDR ખરીદનાર સ્ટેજવાર બાંધકામ કરી શકશે

(એજન્સી)ગાંધીનગર, રાજયય સરકારે લોકસભાની ચુંટણી પહેલાં બિલ્ડરોને લાભકર્તા નિર્ણય લઈ ઝૂંપડપટ્ટીઓના રિડેવલપમેન્ટમાં ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટસ-ટીડીઆર બાબતે સ્પષ્ટતા કરતો ઠરાવ બહાર પાડયો છે. શહેરો અને ગામડાંઓમાં ઝૂંપડપટ્ટીની જગ્યાએ મુખ્યમંત્રી ગૃહયોજના હેઠળ પીપીપી ધોરણે રીડેવલપમેન્ટ કરવાની ર૦૧૩ની પોલીસીમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે ઠરાવ બહાર પાડી આ સ્પષ્ટતા કરી છે.

અગાઉ ટીડીઆર વેચાયા બાદ ટીડીઆર ખરીદનાર બિલ્ડર તેની સ્કીમમાં ટીડીઆર પ્રમાણેનું બાંધકામ કરી શકશે કે નહી તે બાબતે કોઈ સ્પષ્ટતા ન હતી. હવે તો રાજય સરકારે બાંધકામ પ્રત્યેક સ્ટેજે ટીડીઆર ખરીદનાર બિલ્ડરને મોટો ફાયદો થશે. એણે હવે ઝૂંપડપટ્ટીની સ્કીમ કે જયાંથી એણે ટીડીઆર ખરીધ્યાં છે. ત્યાં કન્સ્ટ્રકશન પુરું થવાની રાહ જોવી નહી પડે,

ઉદાહરણ તરીકે બિલ્ડરે તેની ૧૦ માળની સ્કીમમાં ર વધારે માળ બાંધવા ટીડીઆર ખરીદયાં ર વધારે માળ બાંધવા ટીડીઆર ખરીદયાં હશે તો એ બિલ્ડર ૧ર માળ સુધી બાંધકામ પુરુ કરી શકશે એણે હવે ઝૂંપડપટ્ટીની જગ્યાએ ઉભી થનારી રીડેવલપમેન્ટ સ્કીમ પુરી થવાની રાહ જોવાની જરૂર નહી રહે.

રાજય સરકારે કરેલા આ નિર્ણયને કારણે ટીડીઆર ખરીદનારા સંખ્યાબંધ બિલ્ડરોને તેમની સ્કીમમાં મોટો ફાયદો થશે અને એ ખાનગી બિલ્ડરોની સ્કીમો હવે ઝડપથી સાકાર થશે. સુધારા જોગવાઈમાં એવું જણાવાયું છે. કે ફાઉન્ડેશન સ્ટ્રકચર પુર્ણ થયેલી રિસિપિયન્ટ ડેવલપર રપ ટકા બાંધકામ કરી શકશે. ફેમ સ્ટ્રકચર પુરર્ણ થયેલી રીસીપીયન્ટ ડેવલપર રપ ટકા બાંધકામ કરી શકશે

ફિનીશીગ સ્ટેજે પુર્ણ થયેલી રીસીપીયન્ટ ડેવલપર રપ ટકા બાંધકામ કરી શકશે અને છેલ્લે સ્થાનીક સંસ્થા દ્વારા બીયુ પરમીશન ઈશ્યુ થયેલી રીસીપીયન્ટ ડેવલપર રપ ટકા બાંધકામ કરી શકશે. ઠરાવમાં જણાવાયું છે કે, અમદાવાદ મનપાએ આ સ્પષ્ટતા માગી હતી, જે અન્વયે કરાયેલી તમામ સ્થાનીક સ્વરાજયય સંસ્થાઓને લાગુ પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.