Western Times News

Gujarati News

ટીવીએસ iQubeએ ગુજરાતમાં 38000થી વધુ વાહનો વેચી નવો માઈલ સ્ટોન રચ્યો

·         નવા ગ્રાહકો FAME II  અંતર્ગત ટીવીએસ iQube અને ટીવીએસ iQube Sની ખરીદી પર 22,065 સુધીનો લાભ મેળવી શકે છે

અમદાવાદ, ટુ અને થ્રી વ્હિલર સેગમેન્ટમાં ટોચની ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર કંપનીએ ગુજરાતમાં ટીવીએસ iQube સિરિઝના 38000 યુનિટ વેચી માઈલસ્ટોન રચ્યો છે. આ સાથે દેશભરમાં ટીવીએસ iQubeના 2.5 લાખ યુનિટ વેચી ઈલેક્ટ્રિક મોબિલિટી તરફ પોઝિટીવ મોમેન્ટમને જાળવી રાખ્યો છે.

 આ ઈલેક્ટ્રિક ક્રાંતિ વચ્ચે ટીવીએસ મોટર કંપનીએ FAME II સબસિડી સ્કીમના લાભની જાહેરાત પણ કરી છે. ગ્રાહકો ગુજરાતના મુખ્ય શહેરોમાંથી ટીવીએસ iQube ઈલેક્ટ્રિક સ્કૂટર્સની ખરીદી પર રૂ. 17699 સુધીની બચત સાથે સ્કીમનો લાભ મેળવી શકે છે. ટીવીએસ iQube સ્કૂટર્સની કિંમત રૂ. 130157થી શરૂ થાય છે.

 ટીવીએસ iQubeએ શહેરી લોકો માટે એડવાન્સ ફીચર્સ સાથે ડિઝાઈન કરવામાં આવેલી ઈલેક્ટ્રિક સ્કૂટર છે. મજબુત 3.4 kWh બેટરીથી સજ્જ અને 100 કિલોમીટરની રિઅલ વર્લ્ડ રેન્જ સાથે ટીવીએસ iQube એક સીમલેસ અને વિશ્વસનીય મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરે છે. તેનું વિશાળ 31-લિટર અંડર સીટ સ્ટોરેજ આવશ્યક વસ્તુઓ સ્ટોર કરવા માટે પૂરતી જગ્યા પ્રદાન કરે છેજ્યારે વિશાળ ફૂટબોર્ડ અને વિશાળ સીટ જેવા પ્રેક્ટિકલ ફીચર્સ તેને ટ્રાન્ઝિશન અને સવારી માટે સૌથી સરળ સ્કૂટર બનાવે છે.

 વધુમાં ગ્રાહકો તેની કિલોમીટર દીઠ 30 પૈસાની સૌથી નીચી રનિંગ કોસ્ટના કારણે 3 વર્ષમાં રૂ. 1.2 લાખ સુધીની બચત કરી શકે છે. જેમાં 7” TFT સ્ક્રીન અને ક્લિન UI, વૉઇસ સહાય અને ટીવીએસ iQube એલેક્સા સ્કિલસેટમ્યુઝિક પ્લેયર કંટ્રોલ, OTA અપડેટ્સચાર્જર સાથે પ્લગ-એન્ડ-પ્લે કૅરી સાથે ઝડપી ચાર્જિંગરિવર્સ પાર્કિંગ સહાયવાહન સહિત 118થી વધુ કનેક્ટેડ ફીચર્સ સાથે ટ્રેકિંગવાહનની હેલ્થ અને સુરક્ષા અંગે નોટિફિકેશનટીવીએસ iQube સ્માર્ટ અને સાહજિક શહેરી મોબિલિટી માટે એક નવો બેન્ચમાર્ક સેટ કરે છે.

 ટીવીએસ iQube પરિવાર અઢી લાખથી વધુ લોકો સાથે વધુ ગાઢ અને વિસ્તરી રહ્યો છે. ટીવીએસ iQube એ દેશને ઈલેક્ટ્રિક વ્હિકલ્સ તરફ ડાયવર્ટ થવાનો સાક્ષી છે. આ રોમાંચક ઈવી સફર તરફટીવીએસ મોટર કંપની ત્રણ મૂળભૂત સિદ્ધાંતોથી પ્રેરિત છે: ગ્રાહકોને રેન્જ, કલર્સ અને કનેક્ટેડ ક્ષમતાઓ માટે પસંદગીની સત્તા આપવી (POWER OF CHOICE)નવીનતમ ધોરણો અને એકંદરે ખરીદીના અનુભવનું પાલન કરી વાહન સલામતી સાથે ડિલિવરીની ખાતરી આપતાં મનની શાંતિ આપવી (PEACE OF MIND)અને સરળતાથી ઓપરેટ કરી અસરકારક મુશ્કેલી મુક્ત સંચાલન (SIMPLICITY OF OPERATING). હાલમાંભારતભરમાં આ ઈ-સ્કૂટર 348 શહેરો અને 612 ડીલરશીપમાં ઉપલબ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.