Western Times News

Gujarati News

ગુજરાતી ફિલ્મ હેલ્લારો’ની ૧૩ એક્ટ્રેસિસને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ

નવીદિલ્હી: ૬૬મા નેશનલ એવોર્ડ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ ગયો. એવોર્ડ ઉપ રાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ આપ્યાં હતાં. આ પ્રસંગે માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર, સચિવ રવિ મિત્તલ, જ્યૂરી પ્રમુખ રાહુલ રવૈલ, ઉત્પલ બોરપુજારી, ફિરદૌસુલ હસન, અશોક દુબે તથા વિનર્સ હાજર રહ્યાં હતાં. આ વર્ષે ઓગસ્ટમાં નેશનલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. વિજેતાઓને સ્વર્ણ તથા રજત કમલ આપવામાં આવ્યું હતું. નેશનલ એવોર્ડ સેરેમનીને સોનાલી કુલકર્ણી તથા દિવ્યા દત્તાએ હોસ્ટ કરી હતી.

ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ તો મળ્યો છે. આ ઉપરાંત ફિલ્મની ૧૩ એક્ટ્રેસિસને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે, જેમાં શ્રદ્ધા ડાંગર, શચિ જોષી, ડેનિસા, નીલમ પંચાલ, તર્જની વૃંદા, તેજલ પંચસારા, કૌસંબી ભટ્ટ, એકતા, કામિની પંચાલ, જાગૃતિ ઠાકોર, રિદ્ધિ યાદવ તથા પ્રાપ્તિ મહેતાને રજત કમલથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.‘ઉરીઃ ધ સર્જકિલ સ્ટ્રાઈક’ને ટોટલ ત્રણ નેશનલ એવોર્ડ મળ્યાં હતાં, જેમાં બેસ્ટ ડિરેક્શન માટે આદિત્ય ધારને નેશનલ એવોર્ડ મળ્યો હતો.

બેસ્ટ એક્ટરનો એવોર્ડ વિકી કૌશલને અને બેસ્ટ સાઉન્ડ ડિઝાઈનરનો એવોર્ડ પણ આ ફિલ્મને મળ્યો હતો.ફિલ્મ ‘બધાઈ હો’ માટે સુરેખા સીકરીને બેસ્ટ સર્પોટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. સુરેખા સીકરીની તબિયત છેલ્લાં ઘણાં સમયથી સારી રહેતી નથી અને તેઓ વ્હીલર ચેર પર એવોર્ડ લેવા આવ્યાં હતાં.

અમિતાભ બચ્ચને ટિ્‌વટર પર ટ્‌વીટ કરી હતી કે તેમને તાવ આવતો હોવાથી તે ટ્રાવેલ કરી શકે તેમ નથી અને તેથી જ તેઓ નેશનલ એવોર્ડ સેરેમનીમાં ભાગ લઈ શકશે નહીં. સમારંભને અંતે માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે ૨૯ ડિસેમ્બરે વિજેતાઓની સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુલાકાત કરશે. આ સમય દરમિયાન અમિતાભને ૫૦મા દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

એ યાદ રહે કે બેસ્ટ એક્ટરઃ આયુષ્માન ખુરાના (અંધાધુન), વિકી કૌશલ (ઉરી),બેસ્ટ એક્ટ્રેસઃ કીર્તિ સુરેશ (મહાનટી),બેસ્ટ ચાઈલ્ડ ફિલ્મઃ કન્નડ ફિલ્મ સરકારી હિરિયા પ્રાથમિકા શાલે, કસરગોડુ,

બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરઃ સુધાકર રેડ્ડી, મરાટી ફિલ્મ નાલ,સ્પેશિયલ જ્યૂરી એવોર્ડઃ કેદારા (બંગાળી), હેલ્લારો (ગુજરાતી),બેસ્ટ ડિરેક્શનઃ આદિત્ય ધર (ઉરી),બેસ્ટ કોસ્ચુયમ ડિઝાઈનરઃ તેલુગુ ફિલ્મ મહાનટી,બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટઃ તેલુગુ ફિલ્મ અવે,બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટરઃ સંજય લીલા ભણશાલી (પદ્માવત),બેસ્ટ લિરિક્સઃ કન્નડ ફિલ્મ નાથીચરામી,બેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ અરિજિત સિંહ (પદ્માવત, બિનતે દિલ),બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરઃ બિંદુમાલિની (નાથીચરામી, માયાવી માનવે…),

બેસ્ટ ડાયલોગઃ બંગાળી ફિલ્મ તારીખ બેસ્ટ સ્ક્રીનપ્લેઃ અંધાધુન,બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટઃ પીવી રોહિત, સાહિબ સિંહ, તલ્હા અર્શદ રેશ્મી તથા શ્રીનિવાસ પોલકે,બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેઃ ચી લા સો,બેસ્ટ સાઉન્ડ ડિઝાઈનરઃ હિંદી ફિલ્મ ઉરી,બેસ્ટ એડિટિંગઃ કન્નડ ફિલ્મ નાથીચરામી,બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનઃ મલયાલમ ફિલ્મ કામરા સંભવમ,બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટસ ફિલ્મઃ તેલુગુ ફિલ્મ અવે,

કન્નડ ફિલ્મ કેજીએફબેસ્ટ કોરિયોગ્રાફીઃ કૃતિ મહેશ તથા જ્યોતી ડી તોમર (‘પદ્માવત’ના ગીત ‘ઘૂમર’ માટે),બેસ્ટ પોપ્યુલર ફિલ્મઃ બધાઈ હો,સોશિયલ ઇશ્યૂ પર બનેલી બેસ્ટ ફિલ્મઃ પેડમેન,બેસ્ટ સર્પોટિંગ એક્ટ્રેસઃ સુરેખા સીકરી (બધાઈ હો),જયારે બેસ્ટ સર્પોટિંગ એક્ટર તરીકે સ્વાનંદ કિરકિરે (ચુંબક) નરગિસ દત્ત એવોર્ડઃ કન્નડ ફિલ્મ ઓનડલ્લા એરાડલ્લા,બેસ્ટ ફિલ્મ ઓન એન્વાયરમેન્ટઃ મરાઠી ફિલ્મ પાની,બેસ્ટ હિંદી ફિલ્મઃ અંધાધુન,બેસ્ટ કોંકણી ફિલ્મઃ અમોરી,બેસ્ટ બંગાળી ફિલ્મઃ એક છે છીલે રાજા,

બેસ્ટ પચન્ગા ફિલ્મઃ ધ લેન્ડ ઓફ પોઈસનસ વુમન,બેસ્ટ ગારો ફિલ્મઃ અન્ના,બેસ્ટ મરાઠી ફિલ્મઃ ભોંગા,બેસ્ટ એક્શનઃ કન્નડ ફિલ્મ કેજીએફ,બેસ્ટ પંજાબી ફિલ્મઃ હરજીતા,બેસ્ટ અસમી ફિલ્મઃ બુલબુલ કેન સિંગ,બેસ્ટ તમિળ ફિલ્મઃ બારમ,બેસ્ટ તેલુગુ ફિલ્મઃ મહાનટી,બેસ્ટ મલયાલમ ફિલ્મઃ સુદાની ફ્રોમ ,ાઈજીરિયા,બેસ્ટ ઉર્દૂ ફિલ્મઃ હામિદ,બેસ્ટ રાજસ્થાની ફિલ્મઃ ટર્ટલ,બેસ્ટ ગુજરાતી ફિલ્મઃ રેવાને અપાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.