Western Times News

Gujarati News

બેટ પડતું મુકી ક્રિકેટર્સે મેદાનમાં જ અદા કરી નમાઝ

નવી દિલ્હી, ક્રિકેટના મેદાનમાં અધવચ્ચે જ મેચ રોકીને નમાઝ અદા કરવા લાગે તેવું ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે જ્યારે લાઇવ ક્રિકેટ મેચને અધવચ્ચે અટકાવવામાં આવે છે, ત્યારબાદ બેટિંગ કરી રહેલા બે બેટ્‌સમેન ઘૂંટણ પર બેસીને નમાઝ અદા કરે છે અને બાદમાં ઉપવાસ તોડે છે.

જ્યારે આ બંને બેટ્‌સમેનો મેદાન પર બધાની સામે આવું કરે છે તે દરમિયાન ડ્રેસિંગ રૂમમાં પણ તેમની ટીમના તમામ ખેલાડીઓ ઉપવાસ તોડતા જોવા મળે છે. ગ્રાઉન્ડ પર ઈફ્તાર કરતા ક્રિકેટરોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચેની શ્રેણીની ત્રીજી અને છેલ્લી વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. અફઘાનિસ્તાને આ મેચ ૧૧૭ રને જીતીને શ્રેણી ૨-૦થી કબજે કરી હતી. શ્રેણીની બીજી વનડે મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.

ત્રીજી વનડેમાં જ્યારે અફઘાનિસ્તાનના બેટ્‌સમેન હશમતુલ્લાહ શાહિદી અને મોહમ્મદ નબી બેટિંગ કરી રહ્યા હતા ત્યારે મેદાન પર અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. જ્યારે અમ્પાયરે લાઈવ મેચને થોડીવાર માટે અટકાવી તો કોઈને સમજ ન પડી કે રમત કેમ બંધ કરવામાં આવી.

આ પછી તરત જ બેટિંગ કરી રહેલા શાહિદી અને નબીએ પોતાનું બેટ અને ગ્લોવ્ઝ કાઢીને જમીન પર બેસી ગયા. આ પછી નબીએ પહેલા નમાઝ અદા કરી અને પછી ખજૂર ખાઈને ઉપવાસ તોડ્યો. શાહિદી પણ ઘૂંટણિયે બેસીને ઉપવાસ તોડતો દેખાયો.

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, જ્યારે અફઘાનિસ્તાનના બંને બેટ્‌સમેનો મેદાન પર ઉપવાસ તોડી રહ્યા હતા, તે જ સમયે તેમના સાથી ખેલાડીઓ અફઘાનિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં એકસાથે ઉપવાસ તોડતા જોવા મળ્યા હતા. પવિત્ર રમઝાન માસ શરૂ થઈ ગયો છે.

આ સમયે મુસ્લિમ સમુદાયના લોકો સવારે ઉઠીને સેહરી ખાય છે. જ્યારે તેઓ કંઈપણ ખાધા-પીધા વગર દિવસભર ઉપવાસ રાખે છે. સાંજે એટલે કે સૂર્યાસ્ત પછી તેઓ ઈફ્તાર કરે છે એટલે કે તેમની દિનચર્યા તોડે છે. તે સેહરી અને ઇફતાર માટે નિર્ધારિત સમયે કરવામાં આવે છે.

ત્રીજી વનડેમાં અફઘાનિસ્તાને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીના ૬૯ રન અને રહેમાનુલ્લાહ ગુરબાઝના ૫૧ રનની મદદથી ૯ વિકેટે ૨૩૬ રન બનાવ્યા હતા. મોહમ્મદ નબીએ ૪૮ રનની ઇનિંગ રમી હતી.

૨૩૭ રનના ટાર્ગેટ માટે ઉતરેલી આયરિશ ટીમ ૩૫ ઓવરમાં ૧૧૫ રનમાં સમેટાઈ ગઈ હતી. આયર્લેન્ડ તરફથી કેપ્ટન પોલ સ્ટ‹લગે ૫૦ રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી નબીએ ૫ વિકેટ લીધી હતી જ્યારે નાંગ્યાલ ખરોતીએ ૪ આઇરિશ ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.