Western Times News

Gujarati News

રાજપીપળાઃ આદિવાસીઓએ રેલી યોજી વિધેયકને રદ કરવા માંગણી કરી

૭૦ ગામના આદિવાસી આગેવાનો અને વિવિધ સંગઠનો દ્વારા કાયદાને રદ કરવાની માંગણીની સાથે દેખાવ યોજયા
અમદાવાદ,  સ્ટેચ્યુ ઓફ યુનિટીને (Statue of Unity Tourism Development board meeting) પ્રવાસન વિકાસ સત્તા મંડળ હેઠળ સાંકળી લેવાના ગુજરાત સરકારના વિધેયકના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા રાજપીપળા (Rajpipla) વિશાળ રેલી કાઢવામાં આવી હતી. નર્મદા જિલ્લા સહિત ૭૦ ગામના આદિવાસી આગેવાનો અને વિવિધ સંગઠનોએ આ કાયદાને રદ કરવાની માંગ કરી હતી.

આજની રેલીમાં ઘર્ષણની શક્યતાઓને રાજપીપળામાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.કેવડિયા કોલોનીમાં પહેલા કાડા લગાવવામાં આવ્યો હતો. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તા મંડળ વિધેયક લાવીને નોટિફાઈડ ઝોન લાવી રહ્યા છે. જેના માટે એક કમિટીની રચના કરવામાં આવશે. એક બાજુ નર્મદા જિલ્લામાં પેસા એક્ટ લાગુ છે, બીજી બાજુ બંધારણના કાયદાનું ઉલ્લંઘન કરીને ગ્રામ પંચાયતોનો સ્વતંત્ર દરજ્જો લઈ લેવામાં આવી રહ્યો છે.

આવા આક્ષેપ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી આદિવાસીઓએ આપી હતી અને આજે રાજપીપળામાં વિશાળ રેલી કાઢીને આંદોલન શરૂ કર્યું છે. નર્મદા જિલ્લા સહિત ૭૦ ગામના આદિવાસી આગેવાનો અને વિવિધ સંગઠનોએ આ કાયદાને રદ કરવાની માંગ કરી હતી અને ઉગ્ર દેખાવો યોજયા હતા. આદિવાસીઓએ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તામંડળ વિધેયકનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને તેમની જમીન, અધિકારો અને હક્કોના રક્ષણની માંગ ઉચ્ચારી હતી. રેલીમાં આદિવાસી મહિલાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં જાડાઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.