Western Times News

Gujarati News

છેલ્લા બે વર્ષથી જર્જરિત હાલતમાં છે ગુજરાતના આ ગામની પોસ્ટ ઓફિસ

મકાનના સ્લેબના ગાબડા નીચે પડતાં હવે તો ગામના લોકો પણ પોસ્ટ ઓફિસમાં આવતા ગભરાય છે

જે પોસ્ટ ઓફિસના સલેબના ગાબડાં પડતાં જીવના જોખમે કર્મચારીઓ કામ કરવા મજબૂર બન્યા છે તો પોસ્ટ ઓફિસે હવે ગ્રાહકો પણ આવતા ગભરાય રહ્યા છે.

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના તવરા ગામમા આવેલ મહારાણા પ્રતાપ બાગની બાજુમાં આવેલ કોમ્યુનિટી હોલમાં છેલ્લા બે વર્ષથી એક રૂમમાં કપડું બાંધીને પોસ્ટ ઓફિસ છેલ્લા બે વર્ષથી કાર્યરત છે. The post office of this village in Gujarat is in a dilapidated condition for the last two years

જે પોસ્ટ ઓફિસના સલેબના ગાબડાં પડતાં જીવના જોખમે કર્મચારીઓ કામ કરવા મજબૂર બન્યા છે તો પોસ્ટ ઓફિસે હવે ગ્રાહકો પણ આવતા ગભરાય રહ્યા છે.તો તવરા ગામની પોસ્ટ ઓફિસ જર્જરિત હાલતમા જેની અનેક વાર રજૂઆતો કરવા છતાં હજી સુધી પોસ્ટ ઓફિસની યોગ્ય જગ્યા ફાળવવામાં આવી નથી.

તવરા ગામની પોસ્ટ ઓફિસમાં રિકવરી ખાતા ૫૦૦થી પણ વધુ ખાતા ધરાવે છે તથા વૃદ્ધ પેન્શનના ૩૦૦, સિનિયર સીટીઝન ૫૦૦, સુકન્યા ખાતુ ૧૦૦,વીમા પોલિસી ૧૦,ડિજિટલ ખાતા ૩૦૦ તથા ૧૮ વર્ષથી નાના બાળકોના ખાતા ૧૦ અને સોલર રજીસ્ટ્રેશન ૫૫, કુરિયર રજીસ્ટર સ્પીડ પોસ્ટ રોજની ૨૦૦ થી પણ વધુ સહિતની સુવિધા તવરા ગામ પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી હોય છે.

ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ તવરા ગામ એ હાલ નવા ભરૂચ તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે તવરા ગામની પ્રાથમિક સુવિધાઓના પણ હાલ તો ઠેકાણા નથી તવરા ગામની વસ્તી ૧૫ હજારથી પણ વધુ વસ્તી ધરાવતું ગામ માં એક પોસ્ટ ઓફિસ પણ યોગ્ય ન હોવાના કારણે ગામ લોકોમાં આક્રોશ આજ રોજ ગ્રામના જાગૃત યુવાનો દ્વારા પોસ્ટ ઓફિસ ની મુલાકાત કરવામાં આવતા

જ્યાં પોસ્ટ ઓફિસ એક જર્જરી હાલતમાં ૧૦ બાઈ ૧૦ ના રૂમમાં કપડું બાંધી છતના સ્લેપના ગામડા તૂટી પડતા પોસ્ટ કર્મચારીઓને પણ ભારે મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે ત્યારે ગામ માંથી આવેલ લોકોને પણ હાલ તો પોસ્ટ ઓફિસ કઈ જગ્યા છે એ જ શોધવી મુશ્કેલ બની ગયું છે

ત્યારે તવરા ગામના મહારાણા પ્રતાપ પાસે આવેલ કોમ્યુનિટી હોલમાં છેલ્લા બે વર્ષથી પોસ્ટ ઓફિસ કાર્યરત છે પરંતુ સંપૂર્ણ કોમ્યુનિટી હોલનું મકાન જર્જરીત હોવાથી મકાનના સ્લેબમાં પણ ગાબડાઓ પડી ગયા છે જેને લઈ પોસ્ટ ઓફિસમાં આવતા લોકો ગભરાય રહ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.