Western Times News

Gujarati News

છેતરપિંડીના કેસમાં પૂર્વ ક્રિકેટર મુંબઈની હોટલમાંથી ઝડપાયો

પ્રતિકાત્મક

વડોદરા, ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ, બરોડા ક્રિકેટ એસોસિએશનના કોચ તથા પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠે ઠગ પુત્ર અને પૂર્વ ક્રિકેટર ઋષી આરોઠેની વડોદરા પોલીસે મુંબઈના થાણેની એક હોટલમાંથી ધરપકડ કરી છે.

ઝડપાયેલા ઠગના પિતા સહિત ત્રણની તાજેતરમાં વડોદરા પોલીસે રૂ.૧.૩૯ કરોડ રોકડા સાથે પોલીસે પકડયા હતા. ત્રીસ લાખથી વધુ ચીટીંગના ગુનાઓમાં સંડોવાયેલા ઋષી આરોઠેએ આ રોકડા રૂપિયા નાસીકથી આંગડીયા પેઢી મારફતે તેના પિતાને મોકલ્યા હોવાનું બહાર આવ્યું હતું પોલીસે પકડેલા ઋષીની પુછપરછ શરૂ કરી દીધી છે.

૩જી માર્ચ વડોદરામાં પ્રતાપગંજ વિસ્તારમાં જે-૧ એપાર્ટમેન્ટમાં રહેતા તુષાર આરોઠેના નિવાસસ્થાને પોલીસે દરોડો પાડીને ઋષી આરોઠેના પિતા તુષાર ભાલચન્દ્ર આરોઠે હાજર મળી આવ્યા હતા. ૧.૦૧ કરોડ મળી આવ્યા હતા. અન્ય બે પાસેથી ૩૮ લાખ મળી આવ્યા હતા. પોલીસે રૂ.૧.૩૯ કરોડ રોકડા બાબતે તુષાર આરોઠેની પુછપરછ કરતા તેઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ કે ખુલાસો મળી આવ્યો ન હતો. જેના પગલે પોલીસે સીઆરપીસી કલમ ૧૦ર મુજબ કબજે કરીને ત્રણેયની ધરપકડ કરી હતી.

પોલીસે તુષાર આરોઠેની પુછપરછ કરતા તેના પુત્ર ઋષી આરોઠેએ નાસીકથી આંગડિયા પેઢી મારફતે આટલી મોટી રકમ મોકલાવી હોવાનું જણાવ્યું હતું જેના આધારે પોલીસે આંગડિયા પેઢીના દસ્તાવેજો, સીસીટીવી કુટેજ મેળવીને પેઢીના સંચાલકોની પણ પુછપરછ કરી હતી. પોલીસે ઋષીને આ મામલે હાજર થવા સમન્સ પણ પાઠવ્યું હતું. બીજી તરફ આવકવેરા વિભાગને પણ તાકીદ કરવામાં આવી હતી.

વડોદરાના રાવપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં લાખો રૂપિયા પડાવી લીધા હોવાની ઋષિ આરોઠેની સામે ફરીયાદ પણનોંધાઈ હતી. દરમિયાન ઠગ ઋષી આરોઠે મુંબઈ થાણેની એક હોટલમાં રોકાયો હોવાની બાતમી એસઓજીની ટીમને મળી હતી જેના આધારે ટીમે મુંબઈ પહોચી હોટલમાંથી તેને દબોચી લીધો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.